Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

હાઈ બ્લડ પ્રેશરને આવી રીતે રાખો નિયંત્રીત

હાઈ બ્લડપ્રેશર પોતાની સાથે અનેક ગંભીર બીમારીઓ લઈને આવે છે. તેનાથી બ્લડ સર્કુલેશનમાં બદલાવ થાય છે. જેના કારણે હૃદય સાથે સંકળાયેલ રોગો માણસને ઝડપથી ઘેરી લે છે. તેથી જો ખાણી-પીણીમાં ધ્યાન રાખવામાં આવે તો બ્લડ પ્રેશરને સંપૂર્ણ નિયંત્રીત રાખી શકાય છે.  તેના માટે તમે આ વસ્તુઓનું સેવન કરી શકો છો.

 ગાજરના મુરબાના સેવનથી ફાયદો થાય છે.

 આમળાના રસમાં મધ મિકસ કરી દિવસમાં બે વાર સેવન કરવું.

 ખાલી પેટે દૂધીનો રસ પીવાથી પણ ફાયદો થાય છે.

 એક કપ પાણીમાં લીંબુનો રસ મિકસ કરો અને તેનું સેવન કરો.

 ચપ્પલ પહેર્યા જગર ખુલ્લા પગે લીલા ઘાસમાં ૧૫-૨૦ મિનીટ સુધી ચાલવુ.

(9:23 am IST)