Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

અમેરિકાએ છોડેલ વિમાન-હેલીકૉપટરની અફઘાનિસ્તાનમાં થઇ આવી હાલત

નવી દિલ્હી: અફઘાનીસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વિદાય સમયે તેઓ અનેક વિમાન- હેલીકોપ્ટર તથા લશ્કરી વાહનોને બેકાર બનાવીને છોડી ગયા હતા અને કાબુલ આસપાસ આવા વિમાનો રેઢા પડયા હોય તેવા દ્રશ્યો અનેક સ્થળો પર જોવા મળે છે. આવાજ એક ભંગાર વિમાનમાં બાળકો રમતા હોય તેવી તસ્વીરો અહી પહોંચેલા ચીની અધિકારીઓએ સોશ્યલ મીડીયા પર અપલોડ કરે છે જેમાં ભંગાર વિમાનની પાંખ પાસે દોરડુ બાંધીને છોકરીઓ હીચકા ખાઈ રહી છે તો એક છોકરો વિમાનની ઉપર બેસીને આનંદ લે છે. અમેરિકી દળોને તેની સમય સીમા પુર્વે જ અફઘાન છોડવું પડયું હતું અને તેથી આવા અનેક લશ્કરી સરંજામો તેઓને પડતા મુકીને જવું પડયું છે. જો કે તાલીબાન સૈનિકોએ અનેક વિમાનોને ફરી ઉડતા કર્યા છે. 35 સહિતના વાહનોનો પણ ઉપલબ્ધ શરુ કરે છે.

(10:21 am IST)