Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં આવેલ આ ગામમાં માત્ર આ એક જ મહિલા રહે છે

નવી દિલ્હી: દેશમાં અને દુનિયામાં અનેક એવા ગામડાઓ આવેલા છે, જે બીજા કરતા એકદમ અલગ છે. આ ગામડાઓ પાસે વિશેષ કહી શકાય તેવું કંઇક છે. આપણા દેશમાં પણ આવા ઘણા અનોખા કહી શકાય તેવા ગામડાઓ છે. ત્યારે આજે દુનિયાના આવા જ એક વિશેષ  અને અનોખા ગામની વાત કરવી છે. સામાન્ય રીતે નાનામાં નાન ગામની અંદર પણ ઓછામાં ઓછા 25-50 લોકોની વસ્તી હોય છે. ત્યારે આ ગામ એવુ છે જ્યાં માત્ર એક જ મહિલા રહે છે. આ મહિલા છેલ્લા કેટલાયય વર્ષોથી આ ગામમાં એકલી જ રહે છે.

        આ ગામનું નામ છે કે મોનોવી, જે અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યમાં આવેલું છે. 2010માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે આ ગામની અંદર માત્ર એક જ મહિલા રહે છે. આ મહિલાનું નામ એલ્સી આઇલર છે. વર્તમાન સમયે આ મહિલાની ઉંમર 86 વર્ષની છે. આ મહિલા જ ત્યાંની લાઇબ્રેરિયન, મેયર, બારટેન્ડર વગેરે બધું જ છે. એલ્સી આઇલર વર્ષ 2004ના વર્ષથી એકલી રહે છે. એલ્સી ગામની અંદર એક બાર પણ ચલાવે છે. જ્યાં અમેરિકાના અન્ય રાજ્યના લોકો પણ આવે છે. આ ગામની અંદર લોકો ફરવા માટે પણ આવે છે. જે લોકો અહીં આવે છે તેઓ એલ્સીની મદદ કરે છે.

(6:11 pm IST)
  • ભારતીય શૂટરો પોતાના ઘરની નજીક જ પ્રેકટીસ કરી શકશે : રમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે સંકટ વચ્ચે કોવિડ-૧૯ ભારતીય શૂટર્સ તેમના ઘરની આજુબાજુમાં જ પ્રેકિટસ કરી શકશે અને ઘરે સાધન ઉપલબ્ધ બનાવવામાં આવશે. access_time 3:26 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો: પેટ્રોલના ભાવમાં બાર પૈસાનો અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે તેર પૈસાનો ધટાડો થયો છે.:નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 10:38 pm IST

  • શિવસેના અને કંગના રનૌત વચ્ચેનું શબ્દયુદ્ધ હજુ પણ ચાલુ : પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર ? : કાચના ઘરમાં રહેનારાએ બીજાના ઘર ઉપર પથ્થર ન ફેંકવા જોઈએ : મહારાષ્ટ્રના એક હાથમાં શિવાજી મહારાજની ભવાની તલવાર છે અને બીજા હાથમાં બાળાસાહેબ ઠાકરેએ આપેલી સ્વાભિમાનની ચિનગારી છે : શિવસેનાના મુખપત્ર સામનામાં કંગના ઉપર પ્રહાર access_time 12:05 pm IST