Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

થાઇલેન્ડનું અતિવિચિત્ર ડ્રેગન ટેમ્પલ ખુલી ગયું

બેન્ગકોકથી ૪૦ કિલોમીટર દૂર આવેલા નખોન પથોમમાં વટ સેમ્ફ્રાન એટલે કે ડ્રેગન ટેમ્પલ તરીકે જાણીતું બુદ્ઘિષ્ઠ ટેમ્પલ ઘણા મહિનાઓ બાદ ટૂરિસ્ટો માટે ખુલ્લું મૂકાયું છે.બેન્ગકોકથી ૪૦ કિલોમીટર દૂર આવેલા નખોન પથોમમાં વટ સેમ્ફ્રાન એટલે કે ડ્રેગન ટેમ્પલ તરીકે જાણીતું બુદ્ઘિષ્ઠ ટેમ્પલ ઘણા મહિનાઓ બાદ ટૂરિસ્ટો માટે ખુલ્લું મૂકાયું છે. આ મંદિરની ખાસિયત એની રચનામાં છે. બુદ્ઘની મોટી અને ઊંચી મૂર્તિની પાછળ એક ઊંચું સિલિન્ડર જેવું બિલ્ડિંગ છે જેમાં બૌદ્ઘ સાધુઓનું નિવાસસ્થાન છે. જોકે આ બિલ્ડિંગની ફરતે જાણે ભરડો લીધો હોય એમ મોટો ડ્રેગન ફરતો દેખાય છે.

(11:21 am IST)