Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

DNA શોધકર્તાઓએ શોધી કાઢી હાઈવોલ્ટેજ ઇલેક્ટિક ઈયળ: બે નવી પ્રજાતિઓની થઇ શોધ

નવી દિલ્હી: ડીએનએના શોધકર્તાઓએ અમેજન બેસિનમાં એક ઇલેક્ટિક ઈયળની બે સંપૂર્ણ પ્રકારની નવી પ્રજાતિની શોધ કરી છે જેમાંથી એક રેકોર્ડ તોડનાર ઝટકો પણ આપી રહી છે. શોધકર્તાઓએ વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેજનના વર્ષાવનમાં અદભુત વિવિધતાઓ ઉપસ્થિત છે. જે હજુ સુધી માનવની પહોંચથી  ખુબજ દૂર છે. એટલા માટે આ વર્ષાવનની રક્ષા કરવું ખુબજ મહત્વપૂર્ણ છે.     

               સ્મિથસોનિયન નેશનલ મ્યુઝીયમ ઓફ નેચરલ હિસ્ટ્રીની સાથે કામ કરનાર ઝુલોજિસ્ટ સી ડેવિડ સૈન્ટાનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  છેલ્લા 50 વર્ષોમાં અમેજનમાં બધા માનવીય પ્રભાવોથી હજુ સુધી જીવોની ઘણી નવી પ્રજાતિઓની  શોધ કરવામાં આવી રહી છે અને આ ઇલેક્ટિક ઈયળ એક પ્રકારની માછલીની પ્રજાતિ જ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:49 pm IST)