Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આલિંગન આરોગ્યપ્રદ હોવાના ૪ કારણોઃ બ્લડપ્રેશર સ્ટ્રેસ ઘટાડવામાં થાય છે મદદરૂપ

આલિંગનથી આનંદદાયક કોઇ ચીજ નથી. માં-દિકરી વચ્ચે હોય કે પોતાના કોઇ પ્રિય પાત્ર સાથે, આલિંગન હમેંશા આપણને ઉષ્માપૂર્ણ અને ખુશ બનાવે છે. એટલું જ નહી એક રીસર્ચના તારણ અનુસાર તે આપણને કેટલાક આરોગ્ય વિષયક ફાયદાઓ આપે છે. જેમાં  સ્ટ્રેસમાં રાહત, બ્લડપ્રેશરમાં ઘટાડો વગેરે સામેલ છે.

આલિંગનથી આપણે અન્યની સાથે નજીક જ નથી આવતા પણ તેનાથી ઓકસી ટોસીન નામના રસાયણનો સ્ત્રાવ થાય છે જે સામાજીક બંધનની વર્તણૂંક  સાથે સંકળાયેલુ છે. એક રીલેશનશીપ નિષ્ણાંત અને ફાઇવ સીમ્પલ સ્ટેપ્સ ટુ ટેક યોર મેરેજ ફ્રોમ ગુડ ટુ ગ્રેટના લેખક ટેરી ઓર્બચ કહે છે કે અભ્યાસોમાં એવું સાબિત થયું છે કે જયારે કોઇ વ્યકિત આલિંગન કરે અથવા અવાર નવાર ર્સ્પશ કરે ત્યારે તેને સારૂ લાગે છે અને તે પોતાના સાથીદાર સાથે વધુ જોડાયેલા રહે છે.

એક મેક પ્રત્યે સાપુજય વધવાની સાથે  સાથે એોકસીટોસીન આરોગ્ય સુધારવાનું કાર્ય પણ કરે. બાયોલોજીક સાયકોલોજીમાં પ્રકાશિત થયેલ ૫૯ મેનોપોઝમાં આવેલ સ્ત્રીઓ પર કરવામાં આવેલ એક નાનકડા અભ્યાસમાં જણાવાયું છે કે આલિંગનના કારણે આ સ્ત્રીઓ અને તેમના સાથીદારોમાં ઓકસીટોસીનનું પ્રમાણ વધ્યું હતું અને તેમનું બ્લડપ્રેશર ઘટયું હતું.

યુનિવર્સિટી ઓફ વીસ્કોન્સીનના રીસર્ચરોએ ૭ થી ૧૨ વર્ષની વયની છોકરીઓને અજાણ્યા લોકો સામે ગણીતનો અઘરો દાખલો સોલ્વ કરવાનો સ્ટ્રેસ પુર્ણ ટાસ્ક આપ્યો હતો. તેમને જાણવા મળ્યું કે જે છોકરીઓને માતાએ આલિંગન આપ્યું હતું  તેમના શરીરમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરતા હોર્મોન કોર્ટીસલનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું અને તેને પોતાનું ટાસ્ક પુરૂ કરવામાં અન્ય કરતા સરળતા રહી હતી.

૨૦૧૪માં કાર્નેજ મેલન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં રીસર્ચરોને જાણવા મળ્યું હતું કે જે લોકો સામાજીક રીતે વધુ સંકળાયેલા હોય છે અને અવાર નવાર આલિંગન મેળવતા હોય છે તેમને ચેપ લાગવાની શકયતાઓ ઓછી હોય છે.(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:28 pm IST)