Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ફિલીપીંસમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ફિલીપીંસમાં મંગળવારના રોજ મધ્ય રાત્રીએ ભૂકંપના સામાન્ય ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂવૈજ્ઞાનિક વિભાગે  આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા 5.6ની આંકવામાં આવી છે. ભૂકંપના ઝટકા સ્થાનિક સમયાનુસાર 11 વાગ્યાની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા. તેમજ ભૂકંપનું કેન્દ્ર સારંગની પ્રાણથી દક્ષિણ પૂર્વમાં 128 મીલીની દુરી પર જમીનથી 23.6 કિલોમીટરની ઊંડાઈમાં હતું ભૂકંપના ઝટકામાં હજુ સુધી કોઈ નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(6:36 pm IST)
  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST