Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

કાર પાર્કિંગમાં દંપતી વચ્ચે થઇ લડાઈ: ગુસ્સામાં આવેલ પતિએ લીધો પત્નીનો જીવ

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર અરબ અમિરાતમાં એક ભારતીયે ચાકુ મારીને પોતાની પત્નીની હત્યા કરી દીધી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અલ કુઓજ  વિસ્તારમાં કાર પાર્કિંગમાં બને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું 43 વર્ષીય ભારતીય શખ્સે પોતાની પત્નીનો જીવ લઇ લીધો હતો. બને દંપતી દુબઈમાં રહે છે અને તેમને 16 અને 5 વર્ષની બે દીકરીઓ હોવાનું માલુમ પડી રહ્યું છે જે કેરળમાં પોતાના નાના-નાની સાથે રહે છે.

(6:33 pm IST)