Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

હદયમાં ફસાઇ ગયો ૪ ઇંચનો લોખંડનો ટુકડો, ડોકટરોએ જોખમી સર્જરી કરીને જીવ બચાવ્યો

લખનોં તા.૧૨: ઉત્તર પ્રદેશના સિકંદરાબાદમાં સ્ટીલની એક ફેકટરીમાં કામ કરતા સતીશ કુમાર નામના ૩૫ વર્ષના ભાઇ નવ ઓગસ્ટે ફેકટરીમાં આયર્ન ડ્રિલીંગનું કામ કરી રહયા હતા ત્યારે અચાનક જ લોખંડનો એક ટુકડો ડ્રિલ સાથે અથડાઇને છટકયો અને તેમની છાતી ભેદીને અંદર ઘુસી ગયો. એવું લાગ્યું જાણે બંદુકમાંથી વછુટેલી કોઇ ગોળી શરીરમાં ઘુસી જાય. આસપાસના લોકો કંઇ  સમજે એ પહેલાં તો સતીશ કુમાર બેહોશ થઇને જમીન પર પડે છે. હોસ્પિટલમાં લઇ ગયા પછી એકસ-રે કરતાં ખબર પડી કે તેમની છાતીમાં લોખંડનો ટુકડો જતો રહયો છે, એને કારણે જમણું ફેફસું ચીરાઇ ગયું છે અને હદયની જમણી ચેમ્બરમાં ટુકડો ઘુસી ગયો છે. નસીબજોગે ટુકડો હદયની મુખ્ય ધમની સુધી નહોતો પહોંચ્યો. દર્દીને બચાવવા માટે વહેલાસર સર્જરી કરવી મસ્ટ હતી અને જો સર્જરીમાં સહેજ ગરબડ થઇ તો પણ દર્દીનો જીવ જાય એમ હતો. નોએડાની ફોર્ટિસ હોસ્પિટલના થોરેસિક એન્ડ વેસ્કયુલર સર્જરીના ડિરેકટરનું કહેવું હતું કે આ પ્રકારનો કેસ તેમણે પંદર વર્ષની કરીઅરમાં કદી જોયો કે સાંભળ્યો નહોતો. સામાન્ય રીતે દર્દીના હદયને ધબકતું બંધ કરીને આર્ટિફિશ્યલ મશીન સાથે જોડીને સર્જરી કરવામાં આવે છે,પરંતુ આ કેસમાં ડોકટરે ધબકતા હદય પર સર્જરી કરી અને દર્દીને બચાવી લીધો. આ દર્દી હવે ઓપરેશનમાંથી પણ રિકવર થઇ ચુકયો છે.(

(12:11 pm IST)