Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

દુનિયામાં દર 45 દિવસે કોરોનાની સંખ્યા બમણી થતી હોવાનો દાવો

નવી દિલ્હી: દુનિયામાં કોરોનાના કેસોની સંખ્યા બે કરોડનો આંક વટાવી ગઇ છે. જેમાં અડધાથી વધારે કેસો અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં નોંધાયેલાં છે. હાલ કોરોનાના કેસોની સંખ્યા 45 દિવસમાં બમણી થઇ રહી છે. ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ દસ મિલિયન કેસો નોંધાતા છ મહિનાનો સમય લાગ્યો હતો પણ બીજા દસ મિલિયન કેસો નોંધાતાં માત્ર છ સપ્તાહનો સમય લાગ્યો છે.

       22 જુલાઇએ કોરોનાના 15 મિલિયન કેસો નોંધાયા બાદ 9 ઓગસ્ટ સુધીના ડેટા અનુસાર બે તૃતિયાંશ કેસો અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં નોંધાયા છે. ભારતમાં સાત દિવસોમાં સરેરાશ 58,768 કેસો નોંધાયા છે તો અમેરિકામાં 22 જુલાઇથી તેની દૈનિક સરેરાશ 53000 કેસો કરતાં વધારે રહી છે. ભારતમાં મંગળવારે 53,601 કેસ નોંધાયા હતા.

(1:16 pm IST)