Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પેરિસમાં જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું

નવી દિલ્હી: વોશિંગ્ટનવિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 2 કરોડ 55 હજાર 196 કેસ નોંધાઈ ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 29 લાખ 16 હજાર 839 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 7 લાખ 34 હજાર 563 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં જાહેર સ્થળો પર 11 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે અને નિયમભંગ બદલ 121 ડોલર (આશરે રૂ. 9 હજાર) પ્રતિ વ્યક્તિનો દંડ કરાશે. બીજીતરફ દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં મૃત્યુઆંક વધીને 10 હજારને પાર થઈ ચૂક્યો છે. અહીં કુલ સંક્રમિતોનો આંકડો 3.73 લાખથી વધુ છે. જ્યારે બ્રાઝિલમાં કોરોના પોઝિટિવનો આંક 30 લાખને પાર કરી ગયો છે.

(1:16 pm IST)