Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ટીવી, કમ્પ્યુટર, મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકો થઇ રહ્યા છે મોટાપાનો શિકાર

ફિનલેન્ડના ૧૦ હજાર બાળકો પરના રિપોર્ટમાં વિશેષજ્ઞોએ વ્યકત કરી ચિંતા

નવી દિલ્હી, તા.૧૨: ટીવી, કમ્પ્યુટર તેમજ મોબાઈલ સ્ક્રીન પર વિવિધ જોતા, રમતા અને કામ કરીને સપ્તાહમાં વધુ સમય વિતાવી રહેલા બાળકોને મોટાપાણી બીમારી થવાની સંભાવના વધી જાય છે. જેટલા વધુ સમયથી સ્ક્રીન પર વિશ્વને જોઈને વિતાવી રહ્યા છે તે રીતે જોઈએ તો પેટ તેમજ કમરની ચરબી વધતી જોવા મળી રહી છે. આ દાવો ફિનલેન્ડના અંદાજે ૧૦ હજાર બાળકો પર કરવામાં આવેલા અધ્યયનમાં માલુમ પડ્યું છે.

રિપોર્ટના જણાવ્યા મુજબ, ૨૧મી સદીમા બાળકો મોટાપાનો શિકાર થવું એક પડકાર સમાન છે. તે ભણતરથી માંડીને મનોરંજન માટે ટીવી, કમ્પ્યુટર અને મોબાઈલ-ટેબ્લેટ પર નિર્ભર થઇ રહ્યા છે. આ રીતે જોઈએ તો દરેક ગતિવિધિઓ અને કામ બેઠા બેઠા કરવામાં આવે છે. તેના કારણે તેની પાચન ક્રિયાથી માંડીને શારીરિક વિકાસ પર અસર કરે છે. જેનું પરિણામ વધતો વજન, કમર તેમજ પેટ પર ચરબી અને મોટાપાના રૂપે સામે આવી રહ્યું છે. આ અંગે સમઝવા માટે અંદાજે ૧૦ હજાર બાળકોની સ્ક્રીનને જોવાની આદત અને વજનનું અધ્યયન કર્યુ.

(3:34 pm IST)