Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

તીવ્ર ગંધ ફેલાતા સભ્યોને નાક બંધ કરવા પડ્યા : કેન્યાની ઘટના

આલેલે... વિધાનસભામાં સભ્યથી 'વાછુટ' થઇને થયો હોબાળો : આક્ષેપબાજી : ગૃહ સ્થગિત કરાયુ

નૈરોબી તા.૧૨ : આપણે જોયું છે કે સંસદમાં પક્ષ-વિપક્ષ વચ્ચે દ્યણાં મુદ્દે વિવાદના કારણે સદનની કાર્યવાહી સ્થગિત થઈ હોય તેવું જોવા મળે છે. ભારત સહિતના લોકશાહી દેશોમાં સંસદ અને વિધાનસભાઓમાં આ જોવા મળે છે. પણ, કેન્યાની વિધાનસભામાં જે દ્યટના બની તે જાણીને તમે ચોંકી જશો.

બુધવારના રોજ ત્યાંની વિધાનસભામાં કોઈ સભ્યની પાદના કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. વાત જાણે એમ છે કે કેન્યાની સદનમાં તે દિવસે ખૂબ જ ગરમી હતી. સાંસદો ચર્ચામાં વ્યસ્ત હતા ત્યારે જ ત્યાં ગંધ ફેલાઈ ગઈ. એક સભ્ય પર એવો આરોપ લગાવવામાં આવ્યો કે તેણે પાદીને ગંધ ફેલાવી છે. નાક દબાવીને સદસ્ય એકબીજા પર આરોપ મૂકવા લાગ્યા. એક સભ્યએ સ્પીકરને કહ્યું કે આપણાંમાંથી કોઈએ હવાને પ્રદૂષિત કરી છે.

ત્યારબાદ વિધાનસભાના સ્પીકરે સદનની કાર્યવાહીને ૧૦ મિનિટ માટે સ્થગિત કરી અને સભ્યોને બહાર જવા માટે કહ્યું. સ્પીકરે કર્મચારીઓને કહ્યું કે રૂમમાં જલદી ફ્રેશનર લાવીને છાંટવામાં આવે. રૂમ સ્પ્રે છાંટ્યા બાદ વાસ ઓછી થઈ અને સાંસદ સભ્યો ફરી વખત તેમની જગ્યા પર બેઠા અને ચર્ચા શરૂ થઈ.

(11:52 am IST)