Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

અમેરિકામાં ૧૪૮થી વધુ યાત્રિકોએ વિમાનમાં મોત સામે જોયુઃ માતા-પિતાને અંતિમ સંદેશ લખીને પણ મોકલી દીધા !

વોશિંગ્ટન : અમેરિકામાં 148થી વધારે લોકોનાં જીવ તે સમયે તાળવે ચોંટી ગયા જ્યારે તેને માહિતી મળી કે જે વિમાનમાં તેઓ યાત્રા કરી રહ્યા છે. તેનું એન્જિન હવામાં બંધ થઇ ગયું છે. એટલું નહી યાત્રી વિમાનની બારીમાંથી એન્જિનમાં લાગેલી આગ અચાનક વિકરાળ થતા પણ જોવા મળી હતી. એન્જિનની આગ ધીરે ધીરે સમગ્ર વિમાનને ઝપટે ચડાવી રહી હતી.

 ધરતીથી હજારો ફુટ ઉંચાઇ પર એટલાંટાથી બાલ્ટીમોર જઇ રહેલા 148 યાત્રીઓને વિમાનનાં એન્જીનમાં ખરાબી આવ્યા બાદ એવું અનુભવ થયું કે હવે તેઓ પોતાનાં જીવનનાં બચેલી ક્ષણોને જીવી રહ્યા છે અને ક્યારે પણ તેમનું મૃત્યુ થઇ શકે છે. ગભરાટનાં કારણે અને સંભવિત છેલ્લા પ્રવાસના કારણે લોકો એટલા આઘાતમાં હતા કે કોઇ પોતાની માં, કોઇ પતિ તો કોઇ પિતાને નેટવર્ક નહી હોવા છતા પણ પોતાનાં ફોન પરથી વોઇસ મેસેજ મોકલવા લાગ્યા હતા. વિમાનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, પોતાની મોતને સામે જોઇ તેના ફોનમાં સિગ્ન નહી હોવા છતા પણ પોતાનાં માતા-પિતાને અંતિમ સંદેશ આઇ લવયુ લખીને મોકલી આપ્યો હતો.

 વિમાનના એન્જિનમાં ખરાબી અને આગના કારણે લોકો તેની તપિશને વિમાનને અંદર પણ અનુભવવા લાગ્યા હતા. તે સમયે એન્જિમાંથી એક જોરદાર અવાજ પણ આવવા લાગ્યો ત્યાર બાદ તાપમાન વધવાની સાથે કેબિનમાં ધુમાડો આવવા લાગ્યો અને એસી પણ કામ કરવાનું બંધ થઇ ગયું. જેના કારણે લોકોની બેચેની વધી ગઇ. લોકો પોતાના લોકોને યાદ કરવા લાગ્યા અને ભગવાનને કોઇ પણ પ્રકારે બચાવી લેવાની અપીલ કરવા લાગ્યા.

  દરમિયાન વિમાનના પાયલોટ નજીકનાં એરપોર્ટને વિમાનમાં ખરાબીની માહિતી આપી ત્યાર બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી. વિમાનનાં ઘરતી પર ઉતર્યા બાદ યાત્રીઓએ રાહતના શ્વાસ લીધા. ઘટના મુદ્દે ડેલ્ટા એરલાઇન્સે કહ્યું કે, વિમાન 1424માં યાત્રીઓને કોઇ પણ પ્રકારનો ખતરો નથી. વિમાનનાં પોતાના ગંતવ્ય સુધી સમયે નહી પહોંચ્યા બાદ એલાઇન્સે યાત્રીઓને 30 ડોલરના વાઉચર પણ આપ્યા જેથી તેઓ પોતાનું ભોજન લઇ શકે.

 એક અખબારી અહેવાલ અનુસાર યાત્રીઓ જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તેને આગામી વર્ષે સેવાથી બહાર કરવામાં આવનાર હતું. વિમાનને પાયલોટ મૈડ ડોગના નામથી ઓળખવામાં આવે છે જે ખુબ તંગ અને જુનુ છે. વિમાનને પાયલોટ માટે અનેક વખત અપગ્રેડ કરવામાં આવી ચુક્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એમડી-80 મોડલનું એરક્રાફ્ટ ડેલ્ટા એરલાઇન્સના સૌથી જુના વિમાનો પૈકીનું એક છે જેને હવે રિટાયર કરવાની જરૂર છે.

(5:03 pm IST)
  • પીએસીનું અધ્યક્ષપદ સંભાળશે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી : કોંગ્રેસ લોકસભા પક્ષના નેતા અધિર રંજન ચૌધરી પબ્લિક એકાઉન્ટ કમીટીનું અધ્યક્ષપદ સંભાળી શકે છે access_time 1:13 pm IST

  • ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી access_time 9:11 pm IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST