Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

યુએસમાં કિડની રોગ નવમો મુખ્ય રોગ...જેમાં દર્દીના મૃત્યુ થાય છે

અમેરિકામાં કિડનીના રોગોથી લોકોને બચાવવા ટ્રમ્પે કર્યા હૂકમો

અમેરિકા તા.૧૨: બુધવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કિડનીના રોગ સંદર્ભે એક ખાસ હુકમ કરી તેની સારવાર, ટ્રાન્સપ્લાન્ટ અને ટ્રાન્સપ્લાન્ટ માટે કિડનીની પર્યાપ્તતા વધારવાના આશયથી એક ખાસ હુકમ કર્યો છે. કિડની રોગથી પીડાતા લાખો લોકો માટે આ હુકમ આશાનું કિરણ બની રહેશે. ત્રણ સ્તરે કિડનીની સંભાળમાં સુધારાની યોજના બનાવાઇ છે. ટ્રાન્સપ્લાન્ટ માટે કિડનીની પર્યાપ્તતા, કિડની રોગ થતાં પૂર્વેની તકેદારીઓ અને આ અંગેના શિક્ષણ થકી ૨૦૩૦ સુધીમાં કિડનીના દર્દમાં ૨૫ ટકા ઘટાડાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે.

હાર્ટ ડિસીઝ અને કેન્સર જેટલી કિડનીના રોગની ગંભીરતા નથી જોવાઇ રહી. પરંતુ ધીમા પગલે આ રોગનો વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં કિડની રોગ નવમો એવો રોગ છે જેમાં દર્દીઓના વધુમાં વધુ મૃત્યુ થાય છે. ૩૭ મિલિયન અમેરિકી પુખ્ત લોકો આ રોગનો ભોગ બનેલા છે અને ૧ લાખથી વધુ અમેરિકનો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઇને બેઠા છે. લોકોના એક મોટા વર્ગને પોતાના આ રોગ વિશે ખબર ન હોય તેવું પણ સામે આવ્યું છે.

(4:01 pm IST)