Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

દક્ષિણ ધ્રુવનો જંગી બરફનો પહાડ છુટો પડી ઓગળી રહ્યો છે : દરીયાનું લેવલ વધવાનો ભય

એક નવા રિપોર્ટ અનુસાર દક્ષિણ ધ્રુવના  એક મોટા ગ્લેશીયર  અસ્થિર થવાના કારણે એન્ટાર્કટીકમાં બરફ ઓળગવાનો અને તેના લીધે દરીયાનુ લેવલ નોંધપાત્ર રીતે વધવાની આશંકા છે.

દક્ષિણ ધ્રુવખંડમાં ફલોરીડા  દેશ જેટલો  મોટો વિસ્તાર ધરાવતો થ્વાઇટીસ ગ્લેશીયર અત્યારે સૌથી વધારે અસ્થિર ગણવામાં આવે છે. જેના કારણે ત્યાં બરફ ઓગળવાની ઝડપ વધશે. તેવુ મોસમ વિજ્ઞાનીઓએ જણાવ્યુ છે.

તેમના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ભવિષ્યમાં જો હવામાનની સ્થિતી આવીને આવી જ રહેશે તો એન્ટાર્કટીકા ના વધુ ગ્લેશીયરો અસ્થિર બનશે. રિપોર્ટમાં જણાવ્યુ છે કે દક્ષિણ ધ્રુવમાં ગ્લેશીયરો અસ્થિર થવાથી બરફ ઓગળવાની ઝડપ વધશે અને તેના કારણે દરિયાનુ લેવલ વધુ ઝડપથી  ઉંચુ આવશે.

જ્યોર્જિયા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર અને ગ્લેશીયોલોજીસ્ટ  એલેક્ષ રોબેલે કહ્યુ હતુ કે ભૂતકાળમાં પર્યાવરણમાં થયેલા ફેરફારોના કારણે દરિયાનુ લેવલ અમુક પ્રમાણમાં વધ્યુ હતુ. અને ભવિષ્યમાં પણ તે ચોક્કસ પણે વધવાનુ છે.

બ્રિટીશ એન્ટાર્કટીક સર્વેના મરીન જીઓ ફીનીસીસ્ટ રોબર્ટ લાર્ટરના કહેવા અનુસાર છેલ્લા ૩૦ વર્ષમાં બરફ ઓગળવાની ઝડપ બમણી થઇ ગઇ છે. ફકત ૨૦૦૯ થી ૨૦૧૭ દરમ્યાન દર વર્ષે ૩૫ ગીગા ટન બરફ ઓગળી રહ્યો છે. અને દરીયાના પાણીનું લેવલ વાર્ષિક ૩% જેટલુ ઉંચુ જઇ રહ્યુ છે.

ધ્રુવ પ્રદેશમાં બરફના આ સ્તરોને જ્યારે દરીયાનુ હુફાંળુ પાણી મળે છે ત્યારે તે ઓગળવાની  શરૂઆત થાય છે. અને તે થોડો ઓગળ્યા પછી તુટવા માંડે છે. જેના લીધે ઓગળવાની ઝડપ વધારે વધી જાય છે. વિજ્ઞાનીઓને ભય છે કે બાકી રહેલો બરફ પણ ઝડપથી ઓગળવા માંડશે.

લાર્ટરે ટાઇમે જણાવ્યા અનુસાર દરિયાનુ લેવલ ૩ ટકા વધવાની ઝડપ ૪૫ વર્ષ પહેલા નહોતી તેણે કહ્યુ હતુ કે જો થ્વાઇટેસ ગ્લેશીયરનો બધો બરફ ઓગળી જાય તો દરિયાનુ લેવલ ૨ ફુટ થી પણ વધારે વધી જાય અને તે ઓગળી ગયા પછી તેની નજીકના ગ્લોેશીયરમાં બરફ ઓગળવાનુ શરૂ થશે. આ પ્રક્રિયા હવે અટકવાની નથી.

નાસાના રિપોર્ટ અનુસાર અત્યારે દરિયાનુ લેવલ દર વર્ષે ૩.૩ મીમીના દરે વધી રહ્યુ છે. અને ૧૯૯૩ થી અત્યાર સુધીમાં ૯૧ મીમી વધી ગયુ છે.

રોબેલ કહે છે કે દરીયાનુ લેવલ વધવાથી દરિયાકાંઠાના  શહેરો પર જોખમ ઉભુ થશે. દુનિયાભરના દેશોએ તેના વિશે જાણીને તેના અંગે એકશન લેવાની અને તે પ્રમાણેનું ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવાની જરૂર પડશે.

(3:26 pm IST)