Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

એરલાઇન્સને મહિલા પેસેન્જરનાં કપડાં ઠીક ન લાગતાં કહી દીધું, ખુદને ઢાંકીને આવો

ન્યુયોર્ક તા ૧૨  : અમેરીકાના હ્યુસ્ટનમાં રહેતી તિશા રોવે નામની મહીલા જે વ્યવસાયે ડોકટર છે, તે આઠ વર્ષના દીકરા સાથે અમેરીકન એરલાઇન્સ દ્વારા ટ્રાવેલ કરી રહી હતી. જોકે બોર્ડિગ પહેલાં તે પસીનાથી લથબથ થઇ ગઇ હતી એટલે વોશ રૂમમાં જઇને હાથ મોઢું ધોઇને કોરાં કરી આવી હતી. જોકે ફલાઇટમાં બેઠી ત્યારે એટેન્ડન્ટ તેની પાસે આવી અને તેને બહાર લઇ ગઇ અને પુછયું કે 'શું તમારી પાસે જેકેટ છે?  જો ન હોય તો તમે ફલાઇટમાં ટ્રાવેલ નહી કરી શકો?

એટેડન્ટનું કહેવું હતું કે, આ કપડાં તેમની એરલાઇન્સમાં ટ્રાવેલ કરવા માટે યોગ્ય નથી. જો તમે બોડી ઢંકાય એવાં કપડા નહીં પહેરો તો તમારે ફલાઇટમાંથી ઊતરી જવું પડશે. તિશા રોવેના કહેવા મુજબ આ સાંભળીને તેનો દીકરો બહુ ડરી ગયો અને તેને લાગ્યું કે મમ્મીએ કંઇક ખોટું કર્યુ હોવાથી તેને ઉત્તારવામાં આવે છે. એ ફલાઇટ મિસ ન થાય એ માટે તેણે એટેડન્ટ પાસેથી કામળો મંગાવીને પોતાને ઢાંકી લીધી મુસાફરી પુરી કર્યા પછી તિશાબહેને પોતાના ડ્રેસ સાથેનો ફોટો પાડીને સોશ્યલ મીડીયામાં જવાબ માંગ્યો  કે શું આ કપડાં પહેરીને ટ્રાવેલ ન કરાય? એ પછી મામલો વણસ્યો. અમેરીકન એરલાઇન્સના પ્રવકતાનું કહેવું છે કે, આવી રીતે માનસિક યાતના ભોગવવી પડી એ બદલ અમે મહિલાની ટિકીટના પૈસા પાછા આપી દઇશું.

(11:23 am IST)