Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ચીનમાં 8 વર્ષથી નજરબંધી નોબલ પુરસ્કાર વિજેતાને રજા મળતા જર્મની પહોંચી

નવી દિલ્હી:ચીનના અસંતુષ્ટ કાર્યકર્તા નોબેલ પુરસ્કાર વિજેતા લિયુ શિયા ઓબોની વિધવા લિયુ શિયાને ચીનમાં 8 વર્ષ સુધી નજરબંધી રાખ્યા બાદ છોડી દેવામાં આવી છે.હવે તે જર્મની પહોંચી ગઈ છે લિયુ શિયા ઓબોને  જયારે વર્ષ 2010માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યું હતું ત્યારથી તે 57 વર્ષીય કવયિત્રીને નજરબંધી રાખવામાં આવી હતી અને તેમના પર કોઈ આરોપ પણ નહોતો તેને કોઈ પ્રકારની ગતિવિધિ કરવાની પણ મનાઈ હતી અને કઠોર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.

(6:47 pm IST)
  • જસદણમાં દોઢ ઇંચ : આટકોટમાં 4 ઇંચ જેવો ધમધોકાર વરસાદ ખાબક્યો રાજકોટ : આજે બપોર બાદ રાજકોટ સહીત જિલ્લામાં મેઘમહેર થઇ છે જેમાં ગોંડલમાં એક ઇંચ અને જસદણમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો છે જયારે આટકોટમાં ધોધમાર 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે ભારે વરસાદ થતા રસ્તાઓમાં પાણી વહી ગયા હતા access_time 8:53 pm IST

  • અમરેલી :રાજુલાના હિંડોરણા ચોકડી પાસે ક્રિષ્ના ટાયર્સના કારખાનામાં ભીષણ આગ ભભૂકી :મુશળધાર વરસાદ વચ્ચે આગ લાગી :કારખાના આસપાસ મચી અફડા તફડી :સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન access_time 10:02 pm IST

  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST