Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પોર્નના લીધે જાપાની પુરૂષ સેક્સથી સતત દુર થયા છે

નવા રિસર્ચમાં કેટલીક ચોંકાવનારી વિગત ખુલી : જાપાનની વસ્તીમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે : વધુને વધુ પુરૂષ રોમેન્ટિક સંબંધેથી બચવા માટેના પ્રયાસોમા

ટોકિયો,તા. ૧૨ : હાલમાં કરવામાં આવેલા નવા સંશોધનમાં જાણવા મળ્યુ છે કે જાપાનમાં વધુને વધુ પુરૂષો હવે કોઇ પણ પ્રકારના સેક્સ અનુભવ વગર ૩૦ વર્ષથી વધુનો સમય પસાર કરી રહ્યા છે. આજ કારણસર જાપાનમાં હવે વસ્તીમાં રેકોર્ડ ઝડપે ઘટાડો થઇ રહ્યો છે. કારણ કે જાપાની યુવાનો કોઇ પણ પ્રકારના રોમેન્ટિક સંબંધોથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. આ સંબંધમાં જ્યારે જાપાની લોકોના અભિપ્રાય માંગવામાં આવ્યા ત્યારે ૧૮થી ૩૪ વર્ષની વયના ૪૩ ટકા પુરુષોએ કબુલાત કરી કે તેઓ વર્જિન હતા. આમાંથી કેટલાક પુરૂષોએ તો કહ્યુ કે મહિલાઓ ભયભીત કરનાર હોય છે. આ મુદ્દા પર જ્યારે એક જાપાની મહિલાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેના જવાબો પણ ખુબ આશ્ચર્યજનક રહ્યા હતા. મહિલાએ કહ્યુ હતુ કે પુરૂષો મહિલા પર ડેટ પર જવાની વાત કરીને ચિંતા વધારી દેવાના બદલે તેઓ પોર્ન નિહાળવા માટે પસંદ કરે છે. બીજી એક મહિલાએ કહ્યુ છે કે તેઓ સિંગલ રહેવાનુ હવે વધારે પસંદ કરે છે. જાપાનના નેશનલ ઇન્સ્ટીટ્.ુટ ઓફ પોપ્યુલેશન એન્ડ સોશિયલ સિક્યુરિટી રિસર્ચની આગાહીમાં કહેવામાં આવ્યુ છે કે જાપાનની વર્તમાન વસ્તી જે હાલમાં ૧૨ કરોડ ૭૦ લાખ છે તે વર્ષ ૨૦૬૫ સુધી ચાર કરોડ ઘટી જશે. જાપાનમાં ફર્ટિલિટી સંકટને ધ્યાનમાં લઇને હવે જાપાનમાં રાજકારણી પણ સમસ્યાને ઉકેલવામાં લાગેલા છે. ાજાણકાર લોકોનુ કહેવુ છે કે તેમને ડેટ પર જવાના બદલે પોર્ન નિહાળવાની  બાબત વધારે યોગ્ય લાગે છે. જાપાનની દરેક રીતે ઘટતી વસ્તી ડેમોગ્રામિક ટાઇમ બોમ્બની જેમ છે. જેના કારણે નોકરી, હાઉસિંગ માર્કેટ પર સીધી અસર થઇ રહી છે. અન્ય કેટલાક દેશોમાં પણ ફર્ટિલીટી રેટ ઓછા છે. જેમાં અમેરિકા, ચીન, ડેનમાર્ક અન સિંગાપોરનો સમાવેશ થાય છે. અભ્યાસના તારણ ખુબ ચિંતાજનક રહ્યા છે. 

(12:40 pm IST)
  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • ૨૦મીએ નરેન્દ્રભાઇ જુનાગઢમાં જાહેરસભા સંબોધશે : કૃષિ યુનિવર્સિટીમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજ સ્થિત નવા બિલ્ડીંગનું લોકાર્પણ : કોર્પોરેશનના ૩૯ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત - લોકાર્પણ access_time 12:30 pm IST

  • બિહારમાં દારૂબંધી મામલે નીતીશકુમારની સરકારનો યુ ટર્ન :મકાન જપ્તી અને ધરપકડ મુદ્દે મળશે રાહત :દારૂબંધી કાયદામાં સંશોધન બિલને કેબિનેટે આપી મંજૂરી :ચોમાસુ સત્રમાં વિધાનસભામાં રજૂ કરાશે :જ્યાં પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે ;સંશોધનમાં સામુહિક દંડની જોગવાઈને પણ રદ કારાઈ છે access_time 1:17 am IST