Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

તમારા દાંતમાંથી પણ લોહી નીકળે છે?

જ્યારે તમે કોઈ ફળ ખાવ છો અથવા બ્રશ કરો છો તો અચાનક તમારા દાંતમાંથી લોહી નીકળવા લાગે છે. આ રકતસ્ત્રાવ પેઢાની ગંભીર સમસ્યાના કારણે થઈ શકે છે. રકતસ્ત્રાવ પેઢાના રોગના સંકેતરૂપ હોય શકે છે. તેથી માત્ર દાંતોની સંભાળ રાખવાથી કંઈ થતુ નથી, પેઢાની પણ સંભાળ રાખવી જરૂરી છે.

મીઠાના પાણીથી કોગળા

મીઠામાં રોગ વિરોધી અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જે સોજો અને ઈન્ફેકશનને દૂર કરવામાં મદદ કરે છે. ગરમ પાણી અને મીઠુ મિકસ કરો અને તેનાથી વ્યવસ્થિત રીતે કોગળા કરો. આ પ્રયોગ દિવસમાં ઓછામાં ઓછુ ૩ વાર કરો.

મધ

તમારી આંગળી ઉપર મધ લો અને ધીમે-ધીમે તમારા પેઢા પર માલિશ કરો. મધમાં એન્ટી બેકટેરીયા અને રોગ વિરોધી ગુણ હોય છે. જે રકતસ્ત્રાવના બેકટેરીયાને મારવામાં મદદ કરે છે. તેના માટે નિયમિત તમારા પેઢા પર મધ લગાવો.

લાલ ખાટી બેરીનો રસ

ક્રેનબેરીમાં ફેનોલિક અને એન્થોકાઈનિન હોય છે, જે એન્ટી-માઈક્રોબિયલ ગુણ હોય છે, જે તમારા દાંત અને પેઢાને હાનિકારક બેકટેરીયાથી દૂર રાખવામાં મદદ કરે છે.

(9:44 am IST)