Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

કોરોના વાઇરસને માણસોમાં ઝડપથી ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હોવાની આશંકા

નવી દિલ્હી: વિજ્ઞાાનીઓનું કહેવું છે કે કોરોના વાઇરસને જો લેબમાં તૈયાર કરવામાં આવ્યો હોવાના પુરાવા નથી તો તે કુદરતી રીતે પેદા થયો હોવાના પુરાવા પણ હજી મળ્યા નથી. ચીનની કોરોના વાઇરસના ઉદભવ મામલે ભેદી ભૂમિકાને કારણે કોરોના વાઇરસ વિશે જાતજાતની થિયરીઓ વહેતી થઇ છે તેમાં હવે નેચર નામની જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં શંકા જાહેર કરવામાં આવી છે. આ કોરોના વાઇરસને માણસોમાં વધારે ઝડપથી ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હોઇ શકે છે. કોરોના વાઇરસમાં ઘણાં અસામાન્ય લક્ષણો છે. તેમાં જેનેટિક સિકવન્સ સિગ્નલિંગનું પણ એક પાસું છે તેના કારણે કોરોના માનવનિર્મિત હોવાની શંકા જાય છે. તેમાં કોષમાં રહેલાં પ્રોટીનને નિર્દેશિત કરી શકાય છે. સામાન્ય રીતે આ પ્રકારના વાઇરસમાં મળતાં પ્રોટીનમાં સિકવન્સ સિગ્નલિંગ જોવા મળતું નથી. આ અભ્યાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવું લાગે છે કે આ વાઇરસને એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યોે છે. સિકવન્સ સિગ્નલિંગ ઉપરાંત વાઇરસની ફોરીન ક્લિવેજ સાઇટ પણ માનવનિર્મિત હોવાનું લાગે છે.

(4:47 pm IST)