Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કુંવારી માતાએ નવજાત શિશુને ત્રીજા માળેથી ફેંકી દીધું, બીજા માળના છજા પર લટકી જતાં પાડોશીએ બચાવી લીધું

બીજીંગ તા. ૧ર :.. ચીનના ચેન્ગશા શહેરમાં બાવીસ વર્ષની એક યુવતીએ ઘરે જ બાળકને જન્મ આપીને તેને ઘરની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધું હતું. શનિવારે  બનેલી આ ઘટનામાં નસીબજોગે નવજાત છોકરો એક માળ નીચેના ફલોરની બાલ્કનીના છજા પર પડયો હતો. બાળકના જોરજોરથી રડવાના અવાજને કારણે નીચે રહેતા પાડોશીનું ધ્યાન ગયું અને તેણે તરત જ નિસરણી લાવીને બાળકને બચાવી લીધું હતું. નવાઇની વાત એ છે કે હજી તો દુનિયામાં જસ્ટ થોડી ક્ષણ પહેલાં જ આવેલા બાળકને આટલું દૂરથી ફેંકવામાં આવ્યું હોવા છતાં તેને  ખાસ ઇજા થઇ નહોતી. હોસ્પિટલમાં બાળકનું સ્વાસ્થ્ય સ્થિર છે. પોલીસે હવે સીસી ટીવી કેમેરાનું ફૂટેજ ફંફોસી રહી છે. જેથી પેલી કુંવારી માતાએ જ તેને નીચે ફેંકયું છે એનો પુરાવો મળી શકે.

(10:09 am IST)