Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

૨૫૦૫ સ્ત્રીઓએ બનાવ્યો નંગુપંગુ થઈને બીચ પર ન્હાવાનો વિક્રમ

આયરલેન્ડના વિકલોવ ટાઉનના એક બીચ પર દર વર્ષે સ્ટ્રિપ એન્ડ ડિપ નામની ઈવેન્ટ થાય છે. આ ઈવેન્ટમાં કેન્સરને માત આપીને જીવી રહેલી મહિલાઓ જોડાય છે. મોટા ભાગે બ્રેસ્ટ કેન્સરને કારણે મહિલાઓના ફિગરમાં ખૂબ જ બદલાવ આવી ગયો હોય છે. કીમોથેરાપી અથવા તો બ્રેસ્ટ-રિમુવલને કારણે પોતાના જ શરીર માટે લઘુતાગ્રંથિ અનુભવતી મહિલાઓનો કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે આ ઈવેન્ટ યોજાય છે. છ વર્ષ પહેલા જ્યારે એની શરૂઆત થયેલી ત્યારે માત્ર ૬૦ મહિલાઓ શરમ-સંકોચ છોડીને બીચ પર કપડા કાઢીને સમુદ્રમાં પડેલી. એ પછી દર વર્ષે મહિલાઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતો ગયો. ગયા શનિવારે યોજાયેલી સ્ટ્રિપ એન્ડ ડિપ ઈવેન્ટમાં ૨૫૦૫ મહિલાઓએ સાથે કપડા વિના જ સમુદ્ર સ્નાન કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો.

(2:53 pm IST)