Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

એપિલેપ્સીની દવાઓની આડઅસરને કારણે પુરૂષો ઓર્ગેઝમ ફીલ નથી કરી શકતા

નવી દિલ્હી, તા.૧૨: ખાસ કરીને ડિપ્રેશન, એપિલેપ્સી, માઇગ્રેન જેવાં ન્યુરોલોજિકલ રોગો માટે વપરાતી દવાઓ શરીરના સંવેદનાતંત્રને ઓલ્ટર કરે છે. જેને કારણે આ દવાઓ લેવામાં વિશેષ ધ્યાન રાખવું જોઇએ એવુ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના ન્યુરોલોજીસ્ટોનું કહેવું છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યુ છે કે  ડિપ્રેશન, ન્યુરોપેથિક પેઇન, વાઇ જેવી તફલીફોમાં વપરાતી કેટલીક દવાઓ લાંબો સમય લેવાથી પુરૂષોમાં ઓર્ગેઝમ ફીલ કરવાની ક્ષમતા ઘટતી જાય છે. અભ્યાસકર્તાઓએ ચેતાતંતુઓને અસર કરતી પેઇનકિલર્સનું નિયમિત સેવન કરતા ૪૪થી ૮૨ વર્ષની ઉંમરના ૪૩૬ પુરૂષોનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે દવાઓના લાંબા ગાળાના સેવનને કારણે પુરૂષોમાં ઓર્ગેઝમ અનુભવવામાં તકલીફ પડે છે. યંગ એજમાં આ તકલીફ ઓછી જોવા મળે છે, પરંતુ પ૦ વર્ષથી મોટી ઉંમરના પુરૂષોમાં દવાની આડઅસર ઘણી ઝડપથી અને વધુ માત્રામાં જોવા મળી હતી.

(2:53 pm IST)