Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

થાઇલેન્ડમાં દરીયાઇ કાચબાના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો મળે છેઃ એક સાથે થતા મોત પર્યાવરણ સામે પ્રશ્નાર્થરૂપ

બેંગકોક, તા., ૧રઃ પર્યાવરણે જેને આંતરરાષ્ટ્રીય લેવલે જોખમમાં હોય તેવી જાતીમાં લીસ્ટીંગ કરેલા લીલા કાચબાના પેટમાંથી પ્લાસ્ટીક, રબ્બર સહિતના કચરાનો જથ્થો મળી આવ્યો હતો. કાચબાના સંખ્યાબંધ મોતથી પર્યાવરણ પ્રેમીઓના ભવા ખેંચાયા છે. થાઇલેન્ડ દુનિયાનું મોટામાં મોટુ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાવાળુ સેન્ટર છે. જે હજારો દરીયાઇ જીવોને મોતને ઘાટ ઉતારવા પુરતું છે. જુનના પહેલા વિકમાં મૃત કાચબાની ઓટોપ્સી કરવામાં આવી ત્યારે કાચબાના પેટમાં ૮૦ જેટલી પ્લાસ્ટીક બેગ મળી આવી હતી. ગ્રીન ટર્ટલ (લીલા કાચબા) આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષીત જાહેર કરવામાં આવેલી પ્રજાતી છે. પ્લાસ્ટીક, રબ્બર બેન્ડ, ફુગ્ગાના કટકા અને બીજો કચરો કાચબાના આંતરમાં જામી જવાથી તેમનો ખોરાક બંધ થઇ જાય છે અને માત્ર બે દિવસમાં મૃત્યુ પામે છે. તેઓ નબળાઇ અનુભવવા માંડે છે અને તરી શકતા નથી. દરીયામાં વધી રહેલું પ્રદુષણ તેમની સામે વધુમાં વધુ જોખમી બન્યું છે.

(2:51 pm IST)