Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

આ ચાર ભાઇ-બહેનની ત્વચા પથ્થરમાં તબદીલ થઇ રહી છે

કરાંચી તા.૧૨ : પાકીસ્તાનમાં અત્યંત ગરીબ પરિવારમાં ઉછરી રહેલા ચાર ભાઇ-બહેનો ત્વચાની રેર સમસ્યાને કારણે ધીમે-ધીમે પથ્થર જેવી બની રહી છે. ૧૯ વર્ષનો હબીબુલ્લા, ૧૫ વર્ષની મહરુન્નિસા , ૧૦ વર્ષનો નસીબુલ્લા  અને ૬ વર્ષની ખૈરુન્નિસા એમ ચારેય ભાઇ-બહેનોને ભાગ્યે જ જોવા મળતો ત્વચાનો રોગ થયો છે. એપિડર્મોલાઇટિક હાઇપરકેરેટોસિસ નામની આ રેર બીમારીમા શરીરની ત્વચા કડક થઇને પથ્થર જેવી થવા લાગે છે. એને દુર કરવાનુ પણ શકય નથી હોતુ. વિશ્વભરમાં આ રોગ દર બે લાખ લોકોમાં એક વ્યકિતને થવાની સંભાવના હોય છે. જો કે પાકિસ્તનના એક પરિવારમાં ચાર ભાઇ - બહેનો સાથે જ આ રોગોનો ભોગ બન્યા છે. ચારેય ભાઇ- બહેનોને લઇને તેમના પેરેન્ટસ અનેક ડોકટરોને બતાવી ચૂકયા છે.  પરંતુ કોઇ ઈલાજ હજી સુધી થઇ શકયો નથી. ઉલટાનુ પરિસ્થિતી વધુને વધુ વકરી રહી છે. મોટા દિકરા-દિકરીમાં હવે પગની સાથે સાથે હાથની ત્વચા પણ જાડી થવા લાગી છે.

પથ્થર જેવી ત્વચાને કારણે પીડા પણ એટલી થાય છે કે જુતા પણ પહેરી શકાતા નથી. તડકો હોય કે ઠંડી ખુલ્લા પગે ચાલવાનુ બાળકો માટે બહુ આકરુ થઇ ગયુ છે.

(2:50 pm IST)