Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

પેટની ચરબી ઘટાડવી છે તો પહેલા શુગર છોડો

નવી દિલ્હી તા.૧૨:  કેટલાક લોકોના શરીરમાં બીજે કયાય ચરબી ન હોય પરંતુ પેટ ફરતે ચરબીના ટાયર જામી ગયા હોય છે. એને કારણે ફિગર કઢુંગું તો લાગે જ છે. અને એ સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક છે. બ્રિટનના સેલિબ્રિટી ટ્રેઇનર જેમ્સ ડુંઇગનનું કહેવુ છે કે સેન્ટ્રલ ઓબેસિટી માટે સુગર જવાબદાર છે. પેટ ફરતેની ચરબી ઘટાડવા માટે તમે ગમેતેટલી કસરત કરો, પરંતુ જો ડાયટમાંથી સિમ્પલ અને રિફાઇન્ડ શુગરને તિલાંજલી ન આપો તો પરિણામ નથી મળતુ. બ્રિટનના ન્યુટ્રિશનિસ્ટ એસોસિએશનની એક બેઠકમાં રજુ થયેલા અભ્યાસમાં રજુ થયુ હતુ કે પેટ ફરતેની ચરબી ઉતારવા માગતા લોકોએ કસરત કરવા ઉપરાંત સુગર બંધ કરવી જરૂરી છે. તેમની ડાયટમાં સારી ચરબી ધરાવતી ચીજો પુરતી માત્રામાં હોવી જરૂરી છે. ટુંકમાં પેટ પરની ચરબી ઓગાળવી હોય તો શુગર લેવાનુ એવોઇડ કરવુ જોઇએ, ફેટ નહી સંતુલિત આહારમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય અને શુગર ન હોય એ મહત્વનું છે.

(2:49 pm IST)