Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

પુરૂષોમાં એકલવાયાપણાને કારણે ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે.

ન્યુયોર્ક તા. ૧૨ : અમેરિકામાં સ્ત્રીઓ કરતા પુરૂષોમાં ડિપ્રેશાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છેઘ પરંતુ પુરૂષો મેન્ટલ હેલ્થ માટે સપોર્ટ લેતા હજીયે અચકાય છે. અમ.રિકાના સેન્ટર ફલર ડિસીઝ કન્ટ્રોલના આંકડા મુજબ અમેરિકામાં દર વર્ષે ૪૫,૦૦૦ લોકો સુસાઇડ દ્રવારા જીવ ગુમાવે છે. પુરૂષો પોતાને વધુ સ્ટ્રોંગ દેખાડવા માટે થઇને તેમની નબળાઇઓને સહજતાથી છતી નઅથી દેતા. સ્ત્રીઓ પોતાની લાગણીઓ જેટલી સહજતાથી વ્યકત કરી દે છે એવું પુરૂષોમાં નથી થતું જે તેમને મનમાં ને મનમાં જ મુઝવણ અને એકલવાયા પણું ફીલ કરાવે છે. જે પુરૂષો સહજતાથી લાગણીની અભિવ્યકિત નથી કરતાતેમનામાં ડિપ્રેશનનેું જોખમ ખૂબ ઉંચુ હોય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના અભ્યાસકર્તાઓએ છેલ્લા છ વર્ષના સુસાઇડના આંકડાનું વિશ્લેષણ કરીને તારવ્યું છે કે સ્ત્રીઓ અને પુરૂષોમાં ડિપ્રેશન અને સુસાઇડલ થોટસનું પ્રમાણ લગભગ સરખુ હોય છે, પરંતુ વધુ સ્ત્રીઓ સુસાઇડનો પ્રયત્ન કરે છે. જોકે સુસાઇડના પ્રયત્નમાં જીવ ગુમાવનારાઓમાં  પુરૂષોનું પ્રમાણ વધુ હોય છે. મતલબ કે આત્મહત્યાના પ્રયાસમાં મોટા ભાગે સ્ત્રીઓ બચી જતી હોય છે. અમેરિકામાં આત્મહત્યાના પ્રયાસમાં મૃત્યુ પામનારા પુરૂષોની સંખ્યા લગભગ ૭૦ ટકા જેટલી ઉંચી છે.સાઇક્રિયાટ્રિસ્ટોનું કહેવું  છે કે જે પુરૂષો લાગણીઓને મનમાં દબાવી રાખે છે અને માનસિક ઝંઝાવતમાં કોઇકની સામે દિલ હળવું કરવામાં હિચકિચાટ અનુભવે છે તેમનામાં આવા ડિપ્રેસિવ લક્ષણો અને સુેસાઇડનું પ્રમાણ સોૈથી વધુ હોય છે.

(2:49 pm IST)