Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

બાર્સિલોનાઃ મહિલાઓ 'ટોપલેસ સ્નાન' કરશે કે નહિં ? વોટીંગથી થયો ફેંસલો

ટોપલેસ સ્નાનના પક્ષમાં ૬૧ ટકા અને વિરોધમાં ૩૯ ટકા મત પડયાઃ વોટોની લડાઈમાં ટોપલેસ સ્નાનના પક્ષમાં ઉભેલી યુવતીઓ જીતી ગઈ

મોસ્કો, તા. ૧૨ :. સ્વીમીંગ પૂલમાં મહિલાઓ દ્વારા ટોપલેસ થઈને ન્હાવાને લઈને વિવાદ એટલી હદે વધી ગયો કે તંત્રએ આ મામલે વોટીંગ કરાવવુ પડયુ હતું અને વોટીંગની આ લડાઈમાં ટોપલેસ સ્નાનના પક્ષમાં ઉભેલી મહિલાઓ જીતી પણ ગઈ હતી.

આ મામલો છે કૈટેલોનિયા સ્થિત બાર્સિલોના પાસેના એક ગામનો. લામેતિયા-ડિલ-વૈલિયાસ ગામમાં થયેલા મતદાનમાં ટોપલેસ સ્નાનના પક્ષમાં ૬૧ ટકા અને વિરોધમાં ૩૯ લોકોએ મત આપ્યા હતા. સ્થાનિક કેટેલન તંત્રએ આ મતદાનનું આયોજન કર્યુ હતું. જેનુ પરિણામ કાનૂની રીતે ૧૬ થી વધુ વર્ષની યુવતીઓ પર લાગુ થશે.

ગત ઉનાળામાં જ્યારે બે મહિલાઓ આવા જ એક પૂલમાં ટોપલેસ થઈને ન્હાતી હતી ત્યારે ત્યાં હાજર એક લાઈફ ગાર્ડે પોલીસને ફરીયાદ કરી હતી. પોલીસે ત્યાં પહોંચી બન્ને મહિલાઓને તુર્ત બીકીની ટોપ પહેરવાનો આદેશ આપ્યો હતો. આ ઘટના બાદ પોલીસ અને તંત્ર વિરૂદ્ધ ગામના લોકોએ દેખાવો કર્યા હતા. ગામના પુરૂષો અને મહિલાઓનો એક સમુહ આના વિરોધમાં બીકીની ટોપ પહેરી પુલ પર પહોંચ્યો હતો ત્યારથી લોકો તંત્ર ઉપર જનમત સંગ્રહનું પ્રેસર કરતા હતા. આ ગામ બાર્સિલોનાથી ૩૫ કિ.મી. દૂર છે અને તેની વસ્તી ૮૦૦૦ છે.

(11:29 am IST)