Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

હોઠોની ડ્રાઈનેશને દૂર કરો

આજકાલ વધારે લિપસ્ટિક અને લિપ બામના ઉપયોગના કારણે હોઠોનો રંગ ધીમે-ધીમે કાળો થવા લાગે છે. જેના કારણે હોઠ ડ્રાઈ થઈને ફાટી જાય છે. તો જાણો કેટલાક એવા ઉપાય જેનાથી તમે હોઠોની ડ્રાઈનેસ દૂર કરીને તમારા હોઠોનો રંગ ગુલાબી બનાવી શકો છો.

૧. હોઠોને મુલાયમ બનાવવા માટે દરરોજ થોડા દૂધની મલાઈમાં ચપટી હળદર નાખી મિકસ કરો. હવે તેને તમારા હોઠ પર લગાવી ધીમે-ધીમે હળવા હાથે મસાજ કરો. જેનાથી તમારા હોઠનો રંગ ગુલાબી થઈ જશે.

૨. સંતરાના રસને તમારા હોઠ પર લગાવી હળવા હાથે ઘસો. સંતરાનો રસ તમારા કાળા હોઠને ગુલાબી અને મુલાયમ બનાવે છે.

૩. નારિયેર પાણી, કાકડી અને લીંબુના રસને મિકસ કરી હોઠ ઉપર લગાવો. દરરોજ તેને હોઠ ઉપર લગાવવાથી તમારા હોઠ ગુલાબી અને મુલાયમ થઈ જશે.

(9:42 am IST)