Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ગરમીમાં પણ કુલ લુક આપે છે આ ફેબ્રિક કુર્તા

હાલ ઉનાળા અને ચોમાસા વચ્ચેના આ સમયમાં ખૂબ જ બફારો થાય છે. ત્યારે કપડાની પસંદગીને લઈને ખૂબ જ મુશ્કેલી ઉભી થતી હોય છે. પરંતુ, તેનો મતલબ એ નથી કે તમે તમારી સ્ટાઈલને ગુડ બાય કહી દો. પરંતુ, કપડા ઋતુ પ્રમાણે ન પહેરી તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ ગરમીથી રાહત મેળવવા માટે તમે આ કાપડના કુર્તા પહેરી શકો છો.

લિનન : લિનન એક પ્રાકૃતિક કાપડ છે. જે ગરમીમાં છોકરીઓને સૌથી વધુ પસંદ આવે છે. તેને એરકંડીશનર પણ કહેવામાં આવે છે.  આ કાપડ હંમેશા હળવા અને પેસ્ટલ શેડમાં જ મળે છે અને તે આંખોને પણ ઠંડક પહોંચાડે છે. તે કોટનની સરખામણીએ થોડુ મોંઘુ હોય છે. ગરમીમાં આ સૌથી વધારે લોકપ્રિય ગણાતુ કાપડ છે.

લિનનના કુર્તાને પ્લાઝા સાથે આજકાલ ખૂબ જ પહેરવામાં આવે છે. ખૂબ ઘેરવાળા કુર્તા પાયજામા સાથે પહેરવામાં આવે છે.

ખાદી : ખાદીએ ફેશનના શેરીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરેલ છે. આ કાપડને અડવાથી મુલાયમ નથી લાગતુ, છતા વધુ પસંદ કરવામાં આવે છે. કારણ કે તેનાથી ગરમીમાં ખૂબ જ રાહત મળે છે.

ખાદીના કુર્તા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ખાદીના પ્લાઝા સાથે સારૂ એવુ ટોપ પહેરી શકો છો. ખાદીની સાડી પણ ખાસ પસંદ કરવામાં આવે છે.

(9:41 am IST)