Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સ્પેનમાં કોરોના વાયરસ શાંત પડતા લોકડાઉનને સમાપ્ત કરી દેવામાં આવ્યું

નવી દિલ્હી: કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રહેલા સ્પેનમાં છેલ્લા મહિનાથી રાતના સમયે ચાલી રહેલા કોરોના વાયરસ લોકડાઉન ને સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. દેશમાં લોકડાઉન ખતમ થવાની જાહેરાત બાદ લોકો જશ્નના મૂડમાં આવી ગયા. સ્પેનના રસ્તા પર નવા વર્ષના જશ્નની જેમ લોકો માસ્ક વગર રસ્તા પર ઉતરી આવ્યા અને દારૂ, ડાન્સ પાર્ટી, કિસ અને ફટાકડા ફોડી સરકારના ર્નિણયનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ સ્વતંત્રતાના નારા લગાવ્યા અને ખુબ દારૂ પીધો. તો યુવા કપલે જાહેરમાં કિસ કરી પોતાની ખુશી વ્યકત કરી હતી. અત્યાર સુધી જાહેર સ્થળે દારૂ પીવા પર હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. જાણવા મળ્યું કે, દરમિયાન પાર્ટી કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતુંતાજા નિયમ પ્રમણે રાત્રે ૧૧ કલાકથી પ્રતિબંધ યથાવત છે અને ત્યારબાદ ભેગા થવાની મંજૂરી નથી.

(6:46 pm IST)