Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

જર્મનીમાં કોલગર્લ કરી રહી છે કોરોનાના દર્દીઓની સેવા

નવી દિલ્હી: કોરોના વાયરસનો સામનો કરવા માટે સમાજનો દરેક હિસ્સો પોતપોતાની રીતે સંઘર્ષ કરી રહ્યો છે. જર્મનીમાં પણ આવું એક દૃશ્ય જોવા મળ્યું જ્યારે ત્યાંના એક વેશ્યાગૃહને કોરોના ટેસ્ટિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું અને ત્યાં કામ કરતી મહિલાઓ પણ સેવા માટે એક્ટિવ થઈ ગઈ છે.

દક્ષિણ પશ્ચિમી જર્મનીના હાયડલબર્ગ શહેરમાં આવેલા એક વેશ્યાગૃહને કોરોના ટેસ્ટિંગ સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યું છે. વેશ્યાગૃહનું નામ બિહીવ લવ સેન્ટર છે અને ત્યાં 25 મહિલાઓ કામ કરે છેજર્મનીના હેલ્થ વર્કર્સે તે પૈકીની કેટલીક મહિલાઓને કોરોના ટેસ્ટિંગનું પ્રશિક્ષણ આપ્યું છે. અહીં કામ કરતી એક 45 વર્ષીય મહિલા જેનીએ જણાવ્યું કે તેને પ્રોટેક્ટિવ ગાઉન, માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા પડે છે. સામાન્ય રીતે તે પોતાની જાતને આટલી ઢાંકીને નથી રાખતી પરંતુ વાયરસના કારણે તેમણે અનેક તૈયારીઓ કરવી પડી છે અને વાયરસનું જોખમ ધ્યાનમાં રાખીને તેઓ પૂરતી સાવધાની વર્તી રહ્યા છે.

(6:46 pm IST)