Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વેસ્ટર્ન લુકઃ કુર્તીઓમાં અવનવી પેટર્ન

ફેશનના આ દોરમાં છોકરીઓના સામાન્ય કપડાઓની વાત કરીએ તો પહેલા કુર્તા જ મગજમાં આવે છે. આ કુર્તાને તમે ઓફિસ, કોલેજ અને બધી જગ્યાએ પહેરીને જઈ શકો છે. હાલ મોટા ભાગની છોકરીઓ વેસ્ટર્ન લુક પસંદ કરે છે. સિમ્પલ કુર્તાની જગ્યાએ તમે એસિમેટ્રીક કુર્તા પહેરશો તો તમને અલગ અને સુંદર લુક મળશે.

ડીફરન્ટ લુક

આગળથી શોર્ટ અને પાછળથી લોન્ગ કુર્તા સાથે પટીયાલા સલવાર પહેરી શકાય છે. આવા કુર્તા ગ્લેમરસ લુક આપે છે. અમુક કુર્તા જીન્સ ઉપર પણ પહેરી શકાય છે.

અમેરીકન કુર્તા

અમેરીકન કુર્તામાં અડધી સ્લીવ હોય છે. તેની હેમલાઈન એકસરખી હોય છે. અમેરીકન કુર્તા મોટા ભાગે પ્રિન્ટેડ હોય છે. જેને તમે કોઈ પણ પાર્ટીમાં કેઝુઅલ લુક માટે પહેરી શકો છો.

એસિમેટીક કુર્તા

એસિમેટીક કુર્તા સિમ્પલ કુર્તાથી અલગ હોય છે અને થોડા સ્ટાઈલીશ લાગે છે. આપ્રકારના કુર્તામાં હેમલાઈન બરાબર હોવાની સાથે એસિમેટ્રીક હોય છે. તેથી આ કુર્તા સામાન્ય કુર્તાથી અલગ દેખાય છે. આવા આછા રંગના કુર્તા તમને બિલકુલ અલગ જ લુક આપે છે.

(10:09 am IST)