Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

વિદેશી સર્વરના ઈન્ટરનેટ ટ્રાફિકને બંધ કરોઃ રશિયન સાંસદોએ વિવાદસ્પદ બિલ પાસ કર્યું

મોસ્કો, તા.૧૨: રશિયાના સાંસદોએ આજે એક મહત્ત્વના વિવાદાસ્પદ ખરડાને બીજી વખતના વાંચનમાં પસાર કર્યો હતો જેનાથી હવે મોસ્કો વિદેશી સર્વરમાંથી આવતા ટ્રાફિકને દેશમાં આવતો રોકી શકશે.

સંસદના નીચલી ગૃહ ડુમાના સાંસદોએ આ ખરડાને ૩૨૦ વિરૂધ્ધ ૧૫થી પસાર કર્યો હતો.પહેલી નવેમ્બરે કાયદાનો સ્વરૂપ ઘારણ કર્યા પછી તેની પર અમલ શરૂ થઇ જશે. આ સુચિત પગલાંથી વિદેશી સર્વરમાંથી આવતા ઇન્ટરનેટ ટ્રાફિકને ઝંઝોડવા અને તેના મૂળને શોધવા ટ્કોનોલોજી વિકસાવી શકાશે.  દેખીતી રીતે જ આની પાછળનો આશય વિદેશમાંથી બંધ કરાતી ઇન્ટરનેટ સેવાને રોકવાનો છે.

આ પહેલ કરનારાઓએ કહ્યું હતું કે રશિયાએ સાયબર હુમલા માટે સજા જાહેર કરી હતી એવું ગયા વર્ષે એક નવી અમેરિકન સાયબર સીક્રેટ રણનીતી બનાવ્યા પછી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આવું કહ્યા પછી રશિયાએ તેના ઇન્ટરનેટ નેટવર્કને સુરક્ષીત બનાવવું જ પડશે.

રશિયન માધ્યમોએ આ ખરડાને સાર્વભૌમ ઇન્ટરનેટ ગણાવ્યો હતો. પરંતુ નિષ્ણાતોએ કહ્યું હતું કે તેનું અમલાકરણ મુશ્કેલ બનશે અને સરકારના નવા ટ્રાફિક મોનિટરને વિશાળ સત્તા આપતું સેન્સશિપ સાધન બનશે. 'આ ખરડો ડીજીટલ ગુલામી પર છે અને વેબ પર નવી જ સેન્સરશિપ લાદશે' એમ રાષ્ટ્રવાદી લિબરલ-ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય સર્જી ઇવાનોવે કહ્યું હતું.જો કે આ ખરડાને તૈયાર કરનારાઓનો આગ્રહ છે કે આ પગલાંથી રશિયન ઇન્ટરનેટને વધુ સુરક્ષિત બનાવી શકાશે. 'આ ખરડાનો લોકપ્રિય નામ છે' 'ધી ચાઇનીઝ ફાયરવોલ' જેને અમારી પહેલ સાથે કંઇ લેવાદેવા નથી' એમ સંસદમાં બહુમતી ધરાવતા શાસક યુનાઇટેડ રશિયા પાર્ટીના સાંસદ લીઓનિડ લેવિને કહ્યું હતું.

(4:25 pm IST)