Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ઘરમાં ૧૦,૦૦૦ મધમાખી પાળવા બદલ ચીનના યુગલને થયો ૭૦૦૦ રૂપિયાનો દંડ

બીજીંગ તા.૧૨: ચીનના ઝિયાન્ગ પ્રાંતના નિન્ગબો શહેરમાં એક હાઇરાઇજ બિલ્ડીંગમાં રહેતા યુગલે ઘરમાં જ મધમાખી પાળવાનું શરૂ કરેલું. વાત એમ હતી કે દંપતીને રૂમેટોઇડ આર્થાઇટિસની તકલીફ હતી અને કોઇકે તેમને સૂચવેલું કે મધમાખીના ડંખથી પીડામાં રાહત થાય છે. આ જ કારણસર થોડા મહિનાઓ પહેલાં તેમણે મુઠ્ઠીભર મધમાખીઓ ઘરમાં રાખી હતી જેથી નિયમિતપણે ડંખ લેવામાં સરળતા રહે. જો કે મધમાનીઓ પ્રજનન દ્વારા સંખ્યામાં વધતી જ ગઇ અને જોતજોતામાં મધમાખીઓની સંખ્યા ૧૦,૦૦૦થી વધુ થઇ ગઇ. દંપતીએ મધમાખીને રાખવામાટે મધમાખી ઉછેરકો દ્વારા વપરાતી લાકડાની પેટી પણ વસાવી લીધેલી. જો કે આ એ દિન બેકાબુ બણબણતી મધમાખીઓ પાડોશીઓના ઘરમાં પણ ઘૂસી જવા લાગી. પાડોશીઓએ તેમને ફરિયાદ કરી તો દંપતીએ સામો જવાબ આપ્યો કે જો તમને એ ડંખશે તોય કશું નુકસાન નથી થવાનું. પાડોશીઓએ કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી દીધી અને મધમાખીઓ ઘરમાં પાળવા સામે વિરોધ નોંધાવ્યો. આખરે દંપતીએ પાડોશીઓને કનડગત કરવા બદલ ૭૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડયો અને ઘરમાં રાખેલા મધપુડાને તેમણે ગાર્ડનમાં શિફટ કરવાનું સ્વીકાર્યું.

(9:32 am IST)
  • ચેન્નઇમાં આયકરના મોટા પાયે દરોડાઃ ચેન્નઇઃ ચેન્નઇમાં આજ સવારથી પીએસકે કન્સ્ટ્રકશન ગ્રુપ ઉપર ઇન્કમટેક્ષના મોટાપાયે દરોડાઃ આ ગ્રુપ ડીએમકેનું ટેકેદાર હોવાનું જાણવા મળે છેઃ દરોડાની કાર્યવાહીથી ડીએમકે લાલઘુમ access_time 11:38 am IST

  • જેની પાસે ખાવાનું નથી, તે સેનામાં ભરતી થાય છે : બીજેપીએ કર્ણાટકના સીએમ કુમાર સ્વામીનો વીડીયો કર્યો જાહેર : કર્ણાટક બીજેપીએ સીએમ કુમારસ્વામીનો એક એવો વિડીયો ટવિટ કર્યો છે. જેમાં તેઓને એ કહીને દેખાડવામાં આવ્યા છે કે જેની પાસે જમવાનું નથી હોતુ, તે સેનામાં ભરતી થાય છે પરંતુ કુમાર સ્વામીએ કહ્યુ઼ છે કે તેમના મુળ વિડીયોને એડિટ કરીને બીજેપીએ પ્રોપેગૈંડા તૈયાર કર્યો છે access_time 4:04 pm IST

  • મુસલમાનોને ચેતવણી આપવાના મામલે મેનકા ગાંધીને ચૂંટણી આયોગે નોટિસ ફટકારી :ચૂંટણી આયોગના અધિકારી મુજબ આ મામલે ગંભીર ગણ્યો :સુલતાનપુર જિલ્લા અધિકારીએ મેનકા ગાંધીને કારણદર્શક નોટિસ આપી ;રિપોર્ટ ચૂંટણી આયોગને મોકલ્યો access_time 1:02 am IST