Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

આખું વર્ષ ચાલે એટલાં શાકભાજી હોલસેલ માર્કેટમાંથી લાવીને કાપીને ફ્રીઝરમાં ભરી દીધાં

સીડની તા. ૧ર : લીલાં શાકભાજી રોજના ભોજનમાં હોવાં જ જોઇએ એવું આપણે જાણીએ છીએ, પણ ઘણી વાર શાકભાજી લાવીને સાફ કરીને કાપવાનો સમય નથી હોતો. આ સમસ્યાનો જબરો જુગાડ ઓસ્ટ્રેલિયાનીએક મમ્મીએ કાઢયો છે. આ બહેને પોતાના ફેસબુક - અકાઉન્ટ પર અુ જુગાડની તસ્વીરો પણ પોસ્ટ કરી છ.ે બહેને પૈસા અને સમય બન્ને બચે એવો વચલો રસ્તો અપનાવ્યો હતો. બહેન હોલસેલ માર્કેટમાં ગયાં અને ત્યાંથી જથ્થાબંધ ભાવે ઘણાબધા શાકભાજી ઉપાડી લાવ્યા ર૦ કિલો બટાટા, ૧પ કિલો ગાજર, ૧પ કિલો શકકરિયા, ૧૦ કિલો ટમેટા, ૧૦ કિલો કાંદા, ૧પ કિલો ઝૂકિની ૧૦ કિલો કોળું અને બીજા પરચુરણ શાક આ બહેન હોલસેલ માર્કેટમાંથી લગભગ અડધી કિંમતે ખરીદી લાવ્યા. એ પછી સતત ૧૧ કલાકની મહેનત કરીને આ બધાંજ શાકભાજી કાપ્યાં અને એરટાઇટ ઝિપ-લોક બેગમાં ભરીને તેમણે ફ્રીઝરમાં ભરી દીધાં ફેસબુક પર એ પછી બહેન લખે છ કે હવ મારે રોજ રાતેસુતાં પહેલાં શાકભાજી કાપવાની ડયુટી નહી કરવી પડે અને રોજ ભોજનમાં ગ્રીન વેજિટેબલ્સ પણ ખવાશે.

(9:32 am IST)