Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

૧પ૪ પ્રકારની ચીઝ વપરાઇ છે આ પીત્ઝામાં

સીડની તા.૧ર : ચીઝ કેટલા પ્રકારની હોય ? આપણને કદાચ વાંચ-પંદર પ્રકારની ખબર પડશે, પણ ચીઝરસિયાઓને મજા પડી જાય એવો એક રેકોર્ડ ઓસ્ટ્રેલિયામાં બન્યો છ.ે મેલબર્નમાં ૪૦૦ ગ્રેડી રેસ્ટોરાંના શેફ જોની ફ્રાન્સેસ્કોએ એક સમયે ૯૯ પ્રકારની ચીઝ વાપરીને એક પીત્ઝા બનાવેલો અને ગિનેસ બુકમાં સૌથી વધુ વરાઇટીવાળી ચીઝ ધરાવતા પીત્ઝાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. જો કે જોનીભાઇના આ રેકોર્ડને બીજા એક શેફે તોડી નાખ્યો હતો અને ૧૧૧ પ્રકારની વરાઇટીવાળી ચીઝનો પીત્ઝા બનાવતાં જોનીભાઇ પાસેથી રેકોર્ડ છીનવાઇ ગયો. આ વાત તેમનાથી કેમેય ખમાઇ નહીં. તેમણે નવેસરથી કમર કસી અને વધુને વધુ પ્રકારની ચીઝ એકઠી કરવાનું બીડું ઝડપ્યું. આખરે તાજેતરમાં તેમણે ૧પ૪ પ્રકારની ચીઝ વાપરીને પીત્ઝા બનાવ્યો હતો જેણે તેમને ફરીથી ગિનેસ વર્લ્ડ રેકોર્ડના હકદાર બનાવી દીધા. જોની ફ્રાન્સેસ્કોએ આ પીત્ઝા વેચવાનું પણ શરૂ કર્યું છે. અને પહેલા પાંચ દિવસમાં જ ૭૯૭ પીત્ઝા વેચ્યા હતા જે પણ બીજો એક રેકોર્ડ બની શકે એમ છે.

(9:32 am IST)