Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

રસોઈમાં ઉપયોગી આવે તેવી ટીપ્સ

પનીરને સોફટ બનાવવા માટે  તેને બે મીનીટ ગરમ પાણીમાં નાખો. આમ કરવાથી પનીર મુલાયમ બની જશે.

 બટેટાની છાલ ઉતારવા માટે તેને બાફીને ઠંડા પાણીમાં નાખવા. આમ ઝડપથી છાલ ઉતરી જશે.

 દૂધને ઉકાળતા સમયે તપેલીમાં ચમચો મુકવો. આમ કરવાથી દૂધ ઉભરાશે નહિં.

 દ્રાક્ષને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી રાખવાથી વધારે દિવસો સુધી ફ્રેશ રહેશે.

 મેથીમાંથી કડવાશ દુર કરવા તેમાં મીઠું નાખી થોડા સમય માટે અલગ રાખી મુકો.

 લીલા વટાણાને લાંબા સમય સુથી ફ્રેશ રાખવા માટે પ્લાસ્ટિક બેગમાં નાખી ફ્રીઝરમાં મૂકી રાખો.

  જ્યારે પેલાવ કુકરમાં બળી જાય ત્યારે તેની ગંધને દુર કરવા માટે કુકરમાં ડુંગળીના ચાર ટુકડા કરીને નાખવા.

 સમારેલ રીંગણા કાળા ન પડે તે માટે સોડાના કે મીઠાના પાણીમાં બોળી દેવા. (૨૪.૧૩)

(9:19 am IST)