Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

૨૦૪૦માં માણસો મંગળના ગ્રહ પર પહોંચી શકશે

નવી દિલ્હી, તા.૧ર : અબજપતિ ટેકનોકેટ એલન મસ્ક દ્વારા પ્રતિષ્ઠિત સ્પેસ એકસ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે અને તેણે તાજેતરમાં દુનિયાનંુ હેવી રોકેટ લોન્ચ કર્યું હતંુ. હવે એલન મસ્કની કંપની ર૦૪૦  સુધીમાં લોકોને મંગળની સફર કરાવવા માટે તૈયારી કરે છે. સ્પેસ-સ્ટેશનમાં જનારા સૌથી પહેલા બ્રિટિશ એસ્ટ્રોનોટ ટિમ પીકેએ આ પ્રોજેકટ વિશે બોલતાં કહ્યંુ હતંુ કે 'પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને કારણે લોકો હવે વહેલા મંગળના ગ્રહ પર પહોંચી શકશે. આ માટે સરકારી એજન્સીઓ અને ઇન્ટરનેશનલ સ્પેસ એકસપ્લોરેશન ગ્રુપ દ્વારા કામ થઇ રહ્યંુ છે. ૨૦૩૦ સુધીમાં જ લોકો માટે સ્પેસ - ટૂરિઝમ  શ રૂ થઇ જશે અને ૨૦૪૦ સુધીમાં માનવો મંગળના ગ્રહ પર ઊતરી શકશે. એલન મસ્ક જેવા લોકો આ માટે કામ કરી રહ્યા છે.

(3:24 pm IST)