Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ટીનેજર્સના ગેમ-એડિકશનથી ટેન્શન લેવાની જરૂર નથી

નવી દિલ્હી તા. ૧ર :.. બાળકોના વધુ પડતી ગેમ રમવાથી ચિંતિત મમ્મી-પપ્પા માટે એક સારા સમાચાર છે. એક સંશોધનમાં સામે આવ્યુ છે કે ગમે ન રમનારાઓ કરતાં ગેમ રમનારા ટીનેજર્સના વધુ મિત્રો હોય છે. જે બાળકોમાં ગેમને લઇને કોમન ઇન્ટરેસ્ટ હોય છે તે બાળકો સ્કુલમાં જલદીથી મિત્રતા કરી શકે છે. ટીનેજર્સ તેમના ડીજીટલ ગેમિંગ-ટાઇમને એ રીતે મેનેજ કરે છે કે તેઓ તેમની વયનાં અન્ય બાળકોની જેમ જ દોસ્તો, સ્પોર્ટસ અને સ્કુલ માટે સમય ફાળવી શકે. રિસર્ચમાં ૧૧પ સ્વીડિશ બાળકોને સોશ્યલ નેટવર્ક બનાવવાનો અને પછી એને બદલવાની પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવ્યો. એમાં જણાયું કે ગેમ રમનારા ટીનેજર્સના મિત્રો ગેમ ન રમનારા ટીનેજર્સની તુલનાએ ઓછા નહોતાં.

સ્વીડન યુનિવર્સિટીની પોસ્ટ-ડોકટરેટ સ્ટુડન્ટના જણાવ્યા મુજબ તેમણે આવા જ પરિણામની આશા રાખી હતી. આ અગાઉ એક અભ્યાસમાં જણાયું હતું કે ડિજીટલ ગેમિંગ એકિટવીટીથી મન અને શરીરનો થાક ઓછો કરવામાં મદદ મળે છે. (પ-૬)

(11:47 am IST)