Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

બ્રિટનની ઓફિસોમાં નવો ટ્રેન્ડ : બર્થ-ડે સેલિબ્રેશન્સમાં કેકને બદલે ફ્રુટ્સ લાવો

લંડન તા.૧ર : બ્રિટનની ઓફિસોમાં કર્મચારીઓનંુ સેલિબ્રેશન્સ માટે કેક લાવવાનંુ ટાળવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. બ્રિટિશ સરકારના આરોગ્ય વિભાગે 'બિઝનેસ ઇન ધ કમ્યુનિટિ' સંસ્થાના સહયોગમાં બહાર પાડેલી હેલ્થ ગાઇડમાં વેપાર ધંધાની કંપનીઓ - પેઢીઓને કર્મચારીઓનંુ આરોગ્ય જાળવવા માટે બર્થ-ડે કે અન્ય સેલિબ્રિશન્સ માટે કેક લાવવાનંુ ટાળવાની સલાહ આપવામાં આવી છે, શુભ પ્રસંગોની ઉજવણી માટે કેક કાપવાને બદલે આરોગ્યપ્રદ વિકલ્પો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

હેલ્થ ગાઇડમાં કેક કે બીજી હાઇ શુગર કન્ટેન્ટ ધરાવતી વાનગીઓને બદલે ફળો અને શાકભાજીની વાનગીઓ કર્મચારીઓને વહેંચવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રકારની સૂચનાઓ હેલ્થ ગાઇડ દ્વારા આપવાનંુ મુખ્ય કારણ એવંુ છે કે બ્રિટનનાં ૬૬ ટકા પુરૂષો અને પ૭ ટકા મહિલાઓનંુ વજન જરૂરિયાત કરતાં વધારે છે. આરોગ્ય વિભાગે દર્શાવેલાં અંદાજ મુજબ નોકરી ધંધાના સ્થળે લોકોમાં આરોગ્યનાં અભાવને કારણે બ્રિટનના કરદાતાના ૬૦ અબજ ડોલર (અંદાજે પ૪૦૩ અબજ રૂપિયા) કરતાં વધારે રકમનંુ નુકસાન થાયછે. (૨૨.૨)

(11:47 am IST)