Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

જીવન જીવવા માટેની ખરી એનર્જી સારૂ ખાવા કે પૂરતી ઉંઘથી નથી આવતી!!

૧૦૨ વર્ષના જાપાનના ડો. શીગૈકી હિનોહરા શું કહે છે?

જાપાનના એક ડોકટર છે.  તેમનું નામ શીગૈકી હિનોહરા. આવતી તા. ૪ ઓકટોબરે ડો. હિનોહરા ૧૦૨ વર્ષના થશે.  તેમણે સુખ અને સ્વાસ્થ્ય વિશે પંદર પુસ્તકો લખ્યાં છે. ૧૦૧ વર્ષના થયા ત્યારે 'લીવીંગ લોંગ, લીવિંગ ગૂડ' વિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,એનર્જી માત્ર સારૃં ખાવાથી કે પૂરતી ઊંઘ કરવાથી નથી આવતી પણ ખરી એનર્જી માત્ર સારૃં ફિલ કરવાથી આવે છે, મજામાં રહેવાથી આવે છે.

 તેમણે કહ્યું કે જિંદગીને છુટ્ટી મૂકી દો. જમવા અને સૂવા માટે બહુ નિયમો ન બનાવો. બાળકો આવા કોઈ નિયમોને અનુસરતાં નથી  છતાં એ મસ્ત,ખુશ અને તંદુરસ્ત રહે છે, કારણ કે એ દરેક વસ્તુનો આનંદ ઉઠાવે છે.

ડો. શીગૈકી હિનોહરા કહે છે કે તમે મજામાં રહેશો તો સાજા રહેશો. મનને મજબૂત રાખો,  નેગેટિવ વિચારો અને નકારાત્મક માનસિકતા જ માણસને બીમાર પાડે છે કે દુઃખી રાખે છે. શરીર દરેક પરિસ્થિતિમાં અનુકૂળ થતું હોય છે.  માણસ મનથી પરિસ્થિતિને સ્વીકારતો નથી એટલે તેને આકરું લાગે છે.

સોશ્યલ મીડિયામાં જેતપુરવાલા ઓર્નામેન્ટ્સની એક પોસ્ટ ખૂબ વંચાય છે. અંતમાં તેઓ લખે છે કે થીન્ક પોઝીટીવ, એન્જોય એવરી મોમેન્ટ ઓફ લાઈફ.

(11:46 am IST)