Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

૧૨ કલાકમાં 'બેસ્ટ એકટ્રેસ'નો ઓસ્કાર ચોરી થયો!

ફ્રાન્સેસ મેકડોર્મડનો અસ્કાર ચોરાયો

ન્યૂયોર્ક તા. ૧૨ : એકટ્રેસ ફ્રાન્સેસ મકડોર્મડને 'થ્રી બિલબોર્ડ્સ આઉટસાઈડ એર્બિંગ મિસૌરી'ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ એવોર્ડ મળ્યાના ૧૨ કલાક બાદ જ તેમની ટ્રોફી ચોરાઈ ગઈ.

એક ઈવેન્ટ પાર્ટીમાં તેમની ટ્રોફી ચોરાઈ ગઈ. ત્યારબાદ ફ્રાન્સેસ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયારે પાર્ટી પરિસરમાં જયારે લોસ એન્જલિસ ઓસ્કરની શોધ કરી રહી હતી ત્યારે ફ્રાન્સેસ રડતી દેખાઈ હતી.

જોકે, તપાસમાં પોલીસને ટ્રોફી મળી ગઈ. પોલીસે ચોરીના આરોપમાં એક ૪૭ વર્ષીય વ્યકિતને અરેસ્ટ કર્યો છે.

આ વર્ષે 'ધ શેપ ઓફ વોટર'ને ઓસ્કર માટે ૧૩ અલગ-અલગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી, જેમાંથી ચારમાં આ ફિલ્મે એવોર્ડ મેળવ્યા. ઓસ્કાર એવોર્ડ્સના ઈતિહાસમાં આ ફિલ્મ સૌથી વધુ નોમિનેશન મેળવનારી ફિલ્મ બની ગઈ. અગાઉ 'ઓલ અબાઉટ ઈવ', 'ટાઈટેનિક'અને 'લા લા લેન્ડ'ને સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા.(૨૧.૧૨)

(10:21 am IST)