Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ચ્યુઇંગ ગમના કચરામાંથી મિનિએચર પેઇન્ટિંગ્સ બનાવે છે આ આર્ટિસ્ટ

લંડનની થેમ્સ નદીની ઉપરના ફુટબ્રિજ પર આડો પડેલો બેન વિલ્સન સ્ટીલ સ્ટ્રકચર પર ચોંટાડેલી ચ્યુઇંગ ગમ્સના આર્ટવર્કની નવી કલ્પનાઓ કરે છે. ૫૭ વર્ષનો ઇંગ્લિશમેન બેન વિલ્સન લંડનમાં ફરીને રસ્તે પડેલી કે કયાંક ફેંકી દેવાયેલી ચ્યુઇંગ ગમ ભેગી કરીને એને કલાકૃતિઓના રૂપમાં ગોઠવવામાં અને રીપેઇન્ટ કરવામાં વ્યસ્ત હોય છે.બેન વિલ્સન ૧૫ વર્ષથી આ પ્રવૃત્ત્િ।માં વ્યસ્ત છે. આ કાર્યને એ હોબી નહીં, પણ રીસાઇકિલંગની અને ગંભીર કલાપ્રવૃત્ત્િ। ગણે છે. બેન વિલ્સન કચરામાંથી કલાકીય નિર્માણની પ્રવૃત્ત્િ। સભાનપણે કરે છે.નાના સિક્કાથી સહેજ મોટા કદની અને કયારેક મોટી કલાકૃતિઓ સેન્ટ પોલ્સ કેથેડ્રલ પાસેના મિલેનિયમ બ્રિજ પર અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. ધ્યાનથી ન જોવાય તો લોકો સારી કૃતિ જોવાનું ચૂકી જાય એમ છે.તારીખ સહિત સાઇન કરેલાં ચ્યુઇંગ ગમનાં ડ્રોઇંગ્સ કરતાં પહેલાં બેન વિલ્સન કાષ્ઠશિલ્પોનું સર્જન કરતો હતો. આ ચ્યુઇંગ ગમ મેને ગલીઓ-રસ્તાના કિનારા અને શહેરના અન્ય ભાગોમાં ચ્યુઇંગ ગમ ચોંટાડીને અનોખાં ચિત્ર સર્જન કર્યાં છે.

(3:43 pm IST)