Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ચોર ડરના માર્યા બધું પટપટ બોલી જાય એ માટે પોલીસે તેના ગળામાં છ ફુટનો સાપ ભરાવી દીધો

આરોપી સાચું ઓકી નાખે એ માટે પોલીસો જાતજાતનાં ટોર્ચર કરતા હોય છે. જો કે ઇન્ડોનેશિયાના પપુઆ વિસ્તારની પોલીસે કદાચ અત્યાર સુધીમાં કદી કોઇએ ન કર્યુ હોય એવું ટોર્ચર આરોપી પર કર્યું હતું. આ કરતૂતનો એક વિડીયો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર લીક થયો છે. ચોરીની શંકાથી એક યુવકને પોલીસે પકડયો હતો અને તેની પાસેથી ગુનાની કબુલાત કરાવવા અને વિગતો કઢાવવા માટે પોલીસ તેની ઊલટતપાસ કરી રહી હતી. પહેલાં પોલીસ ઘાંટાઘાંટી કરે છે અને પછી એણે છ ફુટ લાંબો અને જાડો સાપ લાવીને રૂમમાં મુકી દીધો. આરોપી ગભરાઇ ગયો એટલે પોલીસે તેને વધુ ડરાવવા માટે સાપ ઉઠાવીને આરોપીના ગળે ભરાવી દીધો. ડરેલો આરોપી આજીજી કરતો હતો અને ઇન્ટરોગેટર પોલીસને મજા પડતી હોવાથી તે અટ્ટહાસ્ય કરતો હતો. આટલેથી અટકવાને બદલે પોલીસે સાપને ગરદનથી પકડીને આરોપીના નાક અને મોંને અડે એટલું નજીક સાપનું મોં લાવી દીધું. જો સાપ કરડશે તો તું પાણી માગવા પણ જીવતો  નહી રહે એવી ધમકીઓ આપીને પોલીસ ડરાવતી રહી અને આરોપી ધ્રુસકે-ધ્રુસકે રડતો પોતે નિર્દોષ છે એવું જ કહેતો રહ્યો. આ વિડિયો પર ચોખવટ કરી છે કે સાપ બિનઝેરી હતો અને આરોપી ડરના માર્યા સાચું કબુલી લે એ માટે તેને માત્ર ડરાવવામાં આવ્યો હતો.

(3:53 pm IST)
  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ મામલો :વકીલને મળી શકશે ક્રિશ્ચિયન મિશેલ :કોર્ટે આપી મંજૂરી :વિશેષ ન્યાયાધીશ અરવિંદકુમારએ રોઝમેરીને તિહાડ જેલમાં સોમવારથી શુક્રવાર સુધી અડધો કલાક સામાન્ય મુલાકાતીની માફક મળવાની અનુમતિ આપી access_time 1:12 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST