Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

છેલ્લા બે વર્ષથી ૨૪ કલાક માથું હલાવ્યા કરતી હતી આ પાંચ વર્ષની છોકરી

ઇંગ્લેન્ડની જર્નલ ઓફ ન્યુરોલોજીમાં ભારતની એક છોકરીનો કેસ નોંધાયો છે.પાંચ વર્ષની આ બાળકીને જન્મથી જ મગજમાં ચોક્કસ ભાગમાં ગાંઠ હતી. આ ટયુમરમાં ધીમે ધીમે ફલુઇડ ભરાવાનું શરૂ થયું અને એને કારણે શરીરનું હલનચલન કરતી સંવેદનાનું વહન કરતી નસો પર દબાણ આવતું હતું. આ જ કારણોસર વિચીત્ર તકલીફ થતી હતી. તેનું માથું સતત હા પાડતી હોય એમ હલ્યા જ કરતું હતું. છેલ્લા બે વર્ષથી આ સમસ્યા ખુબ વકરી હતી, અને માથું ધુણાવવાની ગતિ પણ વધતી જતી હતી. ન્યુદિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિીટયુટ ઓફ મેડીકલ સાયન્સિસના ન્યુરોલોજીના નિષ્ણંાંતોએ છોકરીને બબલ હેડ ડોલ સિન્ડ્રોમ હોવાનું નિદાન કર્યુ હતું. થોડાક દિવસ પહેલાંજ ડોકટરોએ તેના મગજની સર્જરી કરીને ગાંંઠમા ભરાયેલું પાણી કાઢી નાખ્યું છે, એટલે હવે તે સ્થિર માથુ રાખીશકે છે.જોકે ફરીથી ગમે ત્યારે એ ગાંઠમાં પાણી ભરાવાનું શરૂ થઇ જશે તો ફરી પણ આ જ સમસ્યા ભવિષ્યમાં પણ થઇ શકે છે. બબલ હેડ ડોલ સિન્ડ્રોમ કેસ એટલા રેર છે કે આંગળીના વેઢે ગણી શકાય.

(3:53 pm IST)