Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અસલી અને નકલી મધને કેવી રીતે ઓળખશો

સ્વાસ્થ્ય માટે મધનું સેવન હિતાવહ છે. મધ સાચું અને શુધ્ધ હોય તો જ મધની સારી અસર આપણા સ્વાસ્થ્યમાં થતી હોય છે. બજારમાં એટલી બધી બ્રાન્ડના મધ મળે છે જેના લીધે આપણે કન્ફયુઝ થઈ જઈએ છે કે કયું સારૂ હશે  અને કયું ખરાબ. આજે આપણે જાણીએ મધ સાચું છે કે ખોટું કેવી રીતે ખબર પડે.

. પાણીમાં મેળવીને ટેસ્ટ

આ ટેસ્ટ માટે કાચનો એક ગ્લાસ લઈને તેમાં એક ચમચી મધ નાંખો. જો મધ શુધ્ધ હશે તો પાણીની નીચે બેસી જશે પરંતુ ભળેસેળવાળું હશે તો પાણીમાં એકરસ થઈ જશે.

. ગ્લાસની પ્લેટથી મધનો ટેસ્ટ

ગ્લાસની પ્લેટ પર જો તેનું ટપકું પાડતા ફેલાઈ જાય તો તે અશુધ્ધ મધ કહેવાય અને જો તે થોડું જ લાંબુ થાય તો તે શુધ્ધ મધ કહેવાય છે.

. ઠંડામાં શુધ્ધ મધનો ટેસ્ટ

શુધ્ધ મધ ઠંડામાં જામી જાય છે અને ગરમીમાં પીગળી જાય છે. જ્યારે ભળેસેળવાળું મધ દરેક સમયે એકજ જેવું રહે છે.

. સફેદ કપડાં દ્વારા પહેચાન

એક સફેદ કપડું લો. આ કપડાં પર થોડું મધ લો. થોડા સમય બાદ પાણીથી સાફ કરો. જો મધ શુધ્ધ હશે તો તેનો ડાઘો કપડાં પર નહિં પડે અને અશુધ્ધ હશે તો મધનો ડાઘો પડશે.

(9:18 am IST)