Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

આંબળા : સર્વશ્રેષ્ઠ ઔષધી

 ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આંબળાના રસમાં પાંચ મિલિગ્રામ હળદરઉમેરીને  સવારે ખાલી પેટે પી લો.

 પચાસ ગ્રામ સૂકા આંબળા, પચાસ ગ્રામ જીરૂ  અને ૨૧ કાળા મરીને મિકસરમાં વાટી લો આ મિશ્રણને રોજ મધ સાથે પાંચ ગ્રામ ચાટી જઈ તરત જ ઉપર એક ગ્લાસ હૂંફાળું પાણી પી લો. શરદી, કફ અને અસ્થમા જેવી  બીમારીઓથી રાહત મળશે.

 આંબળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખો. રાજ આવા બે આમળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે.

 આંબળામાં વિટામીન-સી નો સારો એવો સ્ત્રોત રહેલ છે. કહેવાય  છે કે ૧ આંબળામાં ૩ સંતરાની બરાબર વિટામીન-સી રહેલ છે.

 આ ત્વચા, વાળ અને આંખ માટે ખુબજ ફાયદાકારક છે.

 આ આયુર્વેદીક ઔષધી ફકત શિયાળામાં જ આવે છે તેથી તમારા ઘરે આંબળાનો મુરબ્બો બનાવી રાખવો. જેથી આને દરેક સિઝનમાં ખાઈ શકાય અને રોગમુકત રહિ શકાય.

 ઙ્ગમહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ આ અસરકારક છે. દરેક મહિલાઓને માસિક ધર્મમાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. તેથી આંબળાના સેવનથી આ સમસ્યા દુર થશે.  ઉપરાંત માસિક ચક્રમાં અનિયમિતતાને પણ આ ઠીક કરશે.

(9:18 am IST)