Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કોલેજના દર પાંચ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી ચિંતા અને ડિપ્રેશનનો શિકાર

કોલેજના વિદ્યાર્થીઓ આભાસી અને વાસ્તવિક એમ બેવડું જીવન જીવતા થઇ જતા હોય છે

લંડન તા. ૧૨ : અનેક લોકોનું માનવું છે કે કોલેજ તે નવા અનુભવો અને આઝાદી મેળવીને નવા વિચારોને વાચા આપવાનું કેન્દ્ર છે. વ્યકિત અહીં પોતાની જાતને ઓળખવા પ્રયાસ કરતી હોય છે, પરંતુ વર્તમાનમાં સ્થિતિ એવી છે કે કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ડિપ્રેશનથી પીડિત છે. સેન્ટર ફોર કોલેજ મેન્ટલ હેલ્થ અહેવાલમાં જણાવ્યા મુજબ માનસિક તણાવ અને ડિપ્રેશનને કારણે કોલેજના વિદ્યાર્થીને મહત્ત્।મ કાઉન્સેલિંગની આવશ્યકતા રહે છે. સંશોધકોનું કહેવું છે કે કોલેજના પ્રત્યેક પાંચ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી માનસિક તણાવ કે ડિપ્રેશનથી પીડિત હોય છે.

કોલેજના વિદ્યાર્થીઓની આવી સ્થિતિનું કારણ શું? સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનું આ મોરચે સૌથી મોટું પ્રદાન છે. વિદ્યાર્થી તેમાં ખોવાયેલો રહેતાં સામાજિક સંવાદ વિના એકલોઅટૂલો થઈ જાય છે. સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે પોતાની વાસ્તવિક અને વર્ચ્યુઅલ જીવન વચ્ચે ચોક્કસ પ્રકારની સ્પર્ધા ઊભી થતી હોય છે. જીવનની ક્ષણોને માણવાને બદલે યુવક સોશિયલ મીડિયા પર થતાં શબ્દયુદ્ઘો અને ખેંચાખેંચી વચ્ચે ખોવાયેલો રહેતો હોય છે. ટેકસ્ટ મોકલવા અને સેલ્ફી લેવામાં વ્યસ્ત રહેતાં જીવનની ક્ષણોને માણવાનું ભૂલી જતો હોય છે.

સંખ્યાબંધ કોલેજના વિદ્યાર્થીઓ આભાસી અને વાસ્તવિક એમ બેવડું જીવન જીવતા થઈ જતા હોય છે. હાથ ધરવામાં આવેલાં સંશોધનમાં આ તારણો સામે આવ્યાં છે. કેટલાંક સંશોધનો એમ પણ કહે છે કે મોબાઇલ કે સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે અનિદ્રા, ડિપ્રેશન, માનસિક તણાવ રહેતાં હોય છે. દાખલા તરીકે હાથ ધરવામાં આવેલાં એક સર્વેક્ષણમાં ધ્યાને આવ્યું હતું કે તેઓ રાતે જાગીને પણ ટેકસ્ટના જવાબ આપતા રહેતા હોય છે. એ જ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે નિદ્રાના કલાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરતાં નિદ્રાની ગુણવત્ત્।ા પોતે પ્રભાવિત થાય છે. નિદ્રાની ગુણવત્ત્।ા જેમ જેમ કથળતી જાય તેમ તેમ ડિપ્રેશન વધતું જાય છે. સારી કોલેજમાં પ્રવેશ મેળવીને સારી ટકાવારી મેળવવાનું એકમાત્ર લક્ષ્ય પણ માનસિક દબાણ સર્જીને યુવાનને ચિંતાયુકત બનાવી દેતું હોય છે.(૨૧.૧૦)

 

(11:46 am IST)